ગુજરાત

gujarat

ETV Bharat / city

Fierce fire in Vadodara: ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા લાખોનો માલ થયો ખાખ - આગ પર કાબુ મેળવ્યો

હાલોલના પાવાગઢ રોડ પર આવેલ ટાયરના ગોડાઉનમાં ગઇકાલ રાત્રીના સમયે અચાનક ભીષણ આગ લાગી(huge fire broke out in a tire godown in Vadodara) હતી. ફાયરબ્રિગેડની ટીમે(Fire brigade team) ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો(Overcame the fire) હતો, સદનસીબે કોઈ જાનહાની થઈ હોવાની ઘટના સામે આવી નથી.

Fierce fire in Vadodara
Fierce fire in Vadodara

By

Published : Dec 28, 2021, 11:16 AM IST

વડોદરા: હાલોલ નગરમાં પાવાગઢ રોડ ઉપર ટાયરના ઘણા બધા ગોડાઉન આવેલા છે, જેમાં અવાર-નવાર ટાયરોના ગોડાઉનમાં આગલાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં સોમવારે રાત્રીના સમયે પાવાગઢ રોડ વિસ્તારમાં આવેલ ટાયરના ગોડાઉનમાં એકા-એક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી(huge fire broke out in a tire godown in Vadodara) હતી, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં ટૂંકા ગાળામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Fierce fire in Vadodara

ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ

આગ લાગ્યાની જાણ ફાયર ફાઈટર વિભાગને થતાં હાલોલ, કાલોલ સહિત એમજી મોટર્સ તેમજ પોલિકેબના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવામાં આવ્યો હતો અને આગ પર મહામહેનતે કાબુ મેળવવામાં આવ્યો હતો.

લાખોનો માલ આગમાં થયો ખાખ

ટાયરના ગોડાઉનમાં આગ લાગવાની જાણ હાલોલ પોલીસ મથકમાં થતા હાલોલ પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો, પરંતુ લાખોનું નુકસાન થયું હોય તેવો અંદાજ સામે આવી રહ્યો છે.

આ પણ વાંચો :Fire Broke Out In Grocery Store: હિંમતનગરના કરિયાણાની દુકાનમાં આગ લાગતાં લાખોનો માલ સ્વાહા

આ પણ વાંચો :Gas line explosion Surat: સુરતનાં નિર્મળનગર પાસે ગેસ લાઈનમાં ભંગાણમાં થતા લાગી આગ

ABOUT THE AUTHOR

...view details