- વડોદરામાં ચોકારી ગામના ખેડૂતોએ કર્યા ધરણા
- ગેઈલ ઈન્ડિયા કંપની સામે ખેડૂતોએ ચડાવી બાંયો
- કંપનીએ યોગ્ય વળતર ન ચૂકવતા ખેડૂતોનો વિરોધ
- ખેડૂતોના વિરોધમાં ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર પણ જોડાયા
- 5 વર્ષ જેટલો સમય થયા બાદ પણ વળતર નહીં મળતાં ખેડૂતો દ્વારા ધરણાં
વડોદરાઃ શહેરના ચોકારી ગામના ખેડૂતોએ (Farmers Protest in Vadodara) ગેઈલ ઈન્ડિયા કંપની સામે વિરોધ (Farmers protest against Gail India Company) દર્શાવતા ધરણા પ્રદર્શન કર્યું હતું. કંપનીએ 5 વર્ષનો સમય થયો છતાં વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ (Farmers who did not get compensation) જોવા મળ્યો હતો, જેના કારણે ખેડૂતોએ હવે લડી લેવાનો મૂડ બનાવી લીધો છે. વળતર મુદ્દે ચોકારી ગામના ખેડૂતો ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારની આગેવાનીમાં ગેઈલ ઈન્ડિયાની ઓફિસ બહાર ધરણા (MLA Jaspal Singh Padhiar's support to farmers' protest) યોજવામાં આવ્યા હતા.
ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર હજી સુધી નથી મળ્યું
આ અંગે મળતી માહિતી અનુસાર, વર્ષ 2016માં પાદરા તાલુકાના ચોકારી ગામમાં ગેઈલ ઈન્ડિયા કંપની દ્વારા પાઈપલાઇનની કામગીરી હાથ (Operation of pipeline in Chokari village) ધરવામાં આવી હતી. તે દરમિયાન જ પૂર આવતા ખેડૂતોની જમીનનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું હતું, જેના વળતર પેટે ગેઈલ ઇન્ડિયા કંપનીએ ખેડૂતોને વળતર ચૂકવી આપવાની જાહેરાત કરી હતી. રૂપિયા 91 લાખના વળતરની જાહેરાતને આજે 5 વર્ષ જેટલો સમય થયા બાદ પણ વળતર નહીં મળતાં ખેડૂતો આજે ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારની આગેવાનીમાં (MLA Jaspal Singh Padhiar's support to farmers' protest) ધરણા યોજવામાં અકોટા સ્થિત ગેઈલ ઇન્ડિયાના કાર્યાલય પર આવી પહોંચ્યા હતા.