ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું ભારતભ્રમણ, વડોદરામાં ગુરૂદ્વારાના કર્યા દર્શન

વડોદરાના છાણી ગુરુદ્વારા ખાતે ખેડૂત રેલી આવી પહોંચી છે. જેમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે છાણી ગુરુદ્વારા ખાતે દર્શન કર્યા હતા અને જણાવ્યું હતું કે, આ કાયદાને કારણે વખત જતાં ખેડૂતોની જમીન જવાની પણ નોબત આવશે. અમે જાન આપીશું પરંતુ જમીન નહીં આપીએ.

રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈત

By

Published : Apr 5, 2021, 6:30 PM IST

  • રાકેશ ટિકૈતના આગમનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
  • કૃષિ કાયદા પાછા લેવા શાંતિપૂર્ણ આંદોલન ચલાવશે
  • ખેડૂત આંદોલન થશે અને ગાંધીનગરમાં તેના પડઘા પડશે

વડોદરા:કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદાને લઈ રાકેશ ટિકૈત સહિત અન્ય ખેડૂત નેતા છેલ્લા ચાર-પાંચ મહિનાથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. આજે સોમવારના રોજ તેઓ શહેરના છાણી ખાતે ગુરુદ્વારાના દર્શન માટે પહોંચ્યા હતા. રાકેશ ટિકૈતના આગમનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાકેશ ટિકૈત ભરૂચ અને પાનોલી પહોંચી ખેડૂતોના કથિત કાળા કાયદા વિશે જણાવશે. રાકેશ ટિકૈત સાથે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સહિત આસપાસના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂત નેતા રાકેશ ટિકૈત

આ પણ વાંચો:ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઊંઝા ઉમિયા માતાજીના કર્યા દર્શન

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકાર પર પ્રહારો કર્યા હતા

ખેડૂત નેતા રાકેશ ટિકૈત છાણી ગુરુદ્વારા ખાતે દર્શન કર્યા બાદ પત્રકારોનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલનું છે, જ્યાં શાંતિપૂર્ણ આંદોલન થઇ ચૂક્યા છે. હવે ફરી કૃષિ કાયદા પાછા લેવા શાંતિપૂર્ણ આંદોલન ચલાવશે. સરકારે પ્રતિવર્ષ બે કરોડ રોજગાર આપવાનું વચન આપ્યું હતું, જેમાં નિષ્ફળ નીવડી છે. યુવાનોએ પણ હવે આગળ આવવું પડશે, ખેડૂતોની જમીન ખાનગી કંપનીઓને પધરાવી દીધી છે, ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન થશે અને ગાંધીનગરમાં તેના પડઘા પડશે. ભાજપમાં અમારા કારણે ભય ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે તે રીતે સમગ્ર દેશ છીનવાઈ રહ્યો છે હવે ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થશે. ખેડૂતો દિલ્હી પાછા જવાના નથી. પ્રેસને પણ અમારે આઝાદ કરવાની છે.

આ પણ વાંચો:ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતએ સરદાર ગૃહ કરમસદની લીધી મુલાકાત

ABOUT THE AUTHOR

...view details