વડોદરાશહેરના ડભોઈ રોડ પર આવેલા કપુરાઈમાં રહેતા શિક્ષક પરિવાર સાથે ભેદી સંજોગોમાં ગુમ (family missing from dabhoi) થઈ ગયો છે. તેના કારણે પોલીસ દોડતી થઈ છે. સાથે જ પરિવારના સગાસંબંધીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે.
કૉલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ આ પરિવાર કપૂરે ચોકડી પાસે આવેલા ફ્લેટમાં રહેતો હતો. જ્યારે પરિવારના મોટા ભાઈએ પાણીગેટ પોલીસને (panigate police station) જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમની કૉલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તો કપુરાઈ ચોકડી પાસે કાન્હા આઈકોનમાં રાહુલ જોષી, પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરીબેન રહેતા હતા. મૂળ ભાવનગરના દૂધાળાના વતની રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક હતા અને ટ્યૂશન કરાવતા હતા. તેમના ફલેટ સામે 29,00,000 રૂપિયા લોન લેવાઈ હતી, જે કપુરાઈ પાસે હોટેલ ધરાવતા નિરવભાઈના નામે લેવાઈ હતી.
મકાનની લૉન 2 વ્યક્તિના નામેહાલમાં આ બંને જણાં 50-50 ટકા હપ્તા ભરતા હતા. ગત મંગળવારે રાહુલભાઈના મોટા ભાઈ પ્રણવ જોષી (ડભોઈ)ના ફોન પર સંબંધીઓએ કોલ કર્યા હતા કે, રાહુલ જોશીનો ફોન લાગતો નથી. જેથી પ્રણવભાઈ વડોદરા દોડી આવ્યા હતા અને રાહુલના ઘેર પહોંચતાં ઘર બંધ હતું. ત્યારબાદ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસને (panigate police station) રાહુલ જોશીનો પરિવાર ગુમ (family missing from dabhoi) થયો હોવાની અરજી આપી હતી.