ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના પરિવારે અંધશ્રદ્ધામાં ગુમાવ્યા 96.76 લાખ - vadodara cyber crime

21મી સદીમાં પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરાના શાહ પરિવારે અંધશ્રદ્ધાના કારણે 96 લાખ કરતાં વધુની રકમ ગુમાવી છે. મળતી માહિતી મુજબ વડોદરાના યુવકને ઘરમાં દુષ્ટ આત્માઓનો છાયો હોવાનું જણાવીને ઠગોઈ 96.76 લાખ રૂપિયા ઓનલાઇન પડાવ્યા છે. જેથી વડોદરા સાયબર ક્રાઇમે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વડોદરાના પરિવારે અંધશ્રદ્ધામાં ગુમાવ્યા 96.76 લાખ
વડોદરાના પરિવારે અંધશ્રદ્ધામાં ગુમાવ્યા 96.76 લાખ

By

Published : Feb 27, 2021, 8:00 PM IST

  • વડોદરામાંથી અંધશ્રદ્ધાનો બનાવ આવ્યો સામે
  • શિક્ષિત પરિવારે ગુમાવ્યા 96.76 લાખ
  • સાયબર ક્રાઈમે ગુનો દાખલ કર્યો

વડોદરાઃ 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરાના શાહ પરિવારે અંધશ્રદ્ધાના કારણે 96 લાખ કરતાં વધુની રકમ ગુમાવી છે. મળતી માહિતી મુજબ વડોદરાના યુવકને ઘરમાં દુષ્ટ આત્માઓનો છાયો હોવાનું જણાવીને ઠગોઈ 96.76 લાખ રૂપિયા ઓનલાઇન પડાવ્યા છે. જેથી વડોદરા સાયબર ક્રાઇમે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

3 વર્ષમાં 96 લાખ કરતાં વધુનો ચુનો

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં આ છેતરપીંડીનો બનાવ બન્યો છે. જેથી ભોગ બનનારા દીપક શાહે ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2018થી 2021ના 3 વર્ષ દરમિયાન વિવિધ તંત્ર મંત્રના નામે તેમની સાથે ઠગાઈ કરવામાં આવી છે. ઠગોએ તેમને પુત્ર સંતાનની લાલચ આપી હતી.

ઓનલાઈન રૂપિયા પડાવ્યા

આરોપી 16 ઠગોએ ભોગ બનનારા પાસેથી વિવિધ તંત્ર મંત્રના બહાને છુટક-છુટક 96,76,196 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચરી હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details