વડોદરા : શહેરના માંજલપુર મોનાલિસા કોમ્પલેકસના ટાવર નં.5ના ચોથા માળે આવેલા ફલેટમાંથી ધમધમતાં ઈન્ટરનેશનલ કૉલ સેન્ટર ઉપર આજે સાયબર ક્રાઈમ સલે રેડ કરીને વડોદરામાં બેઠા બેઠા યુ.એસ. કૉલ કરીને અમેરીકન નાગરીકોને લોન અપાવાના બહાને 15 ટકા એડવાન્સ હપ્તા પેટે ડૉલરમાં નાણાં પડાવી લેવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.
વડોદરામાંથી US ફોન કરી અમેરિકન નાગરિકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું - કોલ સેન્ટર ઝડપાયું
વડોદરા શહેરના માંજલપુર મોનાલિસા કોમ્પલેક્ષના ટાવર નં.5 ના ચોથા માળે આવેલા ફલેટમાંથી ધમધમતાં ઈન્ટરનેશનલ કૉલ સેન્ટર ઉપર આજે સાયબર ક્રાઈમ સેલે રેડ પાડી હતી.
માંજલપુર મોનાલિસા કોમ્પલેસના ટાવર નં.5માં ચોથા માળે 402 નંબરના ફલેટમાં ઈન્ટરનેશનલ કૉલ અમદાવાદ , મણીનગરના ઋષી એપાર્ટમેન્ટમાં રહેતો પાર્થ પંકજ મહેતા આ કૉલ સેન્ટર ચલાવતો હતો. સેન્ટર ચાલતું જે વિદેશી એજન્સી પાસેથી બેન્કમાં લોન એપ્લાય કરનારા અમેરીકી નાગરીકોના ડેટા ખરીદતો હતો અને વડોદરા ખાતેના કૉલ સેન્ટરમાંથી ટેલિકોલરો પાસે ફોન કરાવીને લોનની ઓફર આપતો હતો. અમેરીકી નાગરીક લોન લેવા તૈયાર થાય એટલે એડવાન્સ હપ્તા પેટે લોનના 15 ટકા ઓન લાઈન જમા કરાવડાવતાં હતા. સાયબર ક્રાઈમ સેલે આજે સવારે મોનાલિસા કોમ્પલેક્ષમાં રેડ કરીને આ કૌભાંડ ઝડપી પાડયું હતું. કૉલ સેન્ટરના સંચાલક પાર્થ પંકજ મહેતા ઋષી એપાર્ટમેન્ટ મણીનગર અમદાવાદ અને ટેલિકોલર સુમીત દિલીપ રાજપુત રહે પંડિત દિનદયાળ નગર હાથીજણ ગામ અમદાવાદ અને કપીલ ગોવિંદ ગોયલ રહે રબારી નગર ચાંદખેડા અમદાવાદની ધરપકડ કરી હતી. જેઓની તલસ્પર્શી પૂછપરછ શરુ કરવામાં આવી છે.