વડોદરા:ભણતર એ દરેક વિદ્યાર્થીના જીવનનું એક અગત્યનું પાસું હોય છે. જેટલું ભણતર સારું એટલું ભવિષ્ય ઉજ્જવળ બને છે. જેથી દરેક મા બાપ એવું જ ઇચ્છતા હોય કે પોતાનું બાળક એ સારી શાળામાં અભ્યાસ કરે છે. આજના સમયમાં સારી શાળાની પરિભાષા એવી છે કે જે શાળાની ફી વધારે હોય એ શાળામાં સારું શિક્ષણ મળશે, પરંતુ આ પરિભાષાને ખોટી પાડતી વડોદરા શહેરની એક સરકારી શાળા(Facilities in the Government school) છે. આ સરકારી શાળા જેમાં ફી માફ છે તથા તમામ સુવિધાઓથી(Government School facilities) પણ સજ્જ છે.
ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં કઈ કઈ સુવિધાઓ ઉપ્લબ્ધ છે ફ્રીમાં શિક્ષણ - વડોદરા શહેરના છાણી વિસ્તામાં ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલ આવેલી છે. આ એક માત્ર એવી શાળા છે જ્યાં એડમિશન લેવા માટે લાંબી લાંબી કતારો જોવા મળતી હોય છે. ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં બાળ વિભાગ, પ્રાથમિક વિભાગ, ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ(Higher Secondary Division) આવેલા છે. આ શાળામાં 1થી 12 ધોરણની ફી માફ છે. બાળ વિભાગમાં ભોજન સહિત અભ્યાસની વાર્ષિક માત્ર 4 હજાર રૂપિયા જ ફી લેવાય છે.
આ પણ વાંચો:ટોયલેટ એક શિક્ષણ શાળા: UPSCના વિદ્યાર્થીઓ ગરીબ બાળકો માટે બન્યા મસીહા
કઈ કઈ સુવિધાઓ ઉપ્લબ્ધ છે - ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં(Gangabai Public High School ) AC કોમ્પ્યુટર લેબ, સીસીટીવી અને આરો પ્લાન્ટ, વિશાળ મેદાન, સાયન્સ લેબ, કેન્ટીન, લાઈબ્રેરી, સારા મોટા વર્ગખંડો આવેલ છે સાથે મધ્યાહ્ન ભોજન પણ બાળકોને આપવામાં આવે છે. આ સ્કૂલમાં પુસ્તકો, નોટબુકો, સ્ટેશનરી, સ્કૂલના યુનિફોર્મ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અનેક લોકસેવક દ્વારા સહાય કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળી રહે છે. આ સ્કૂલમાં ધોરણ 1થી 8 ના બબ્બે વર્ગ છે. ધોરણ 9 ના પાંચ વર્ગ છે અને ધોરણ 10ના ચાર વર્ગ છે. જ્યારે ધોરણ 11 અને 12માં આર્ટ્સ, કોમર્સના એમ બે વર્ગ છે.
વિદ્યાર્થીનીઓનો દબદબો - ધોરણ 1થી 8માં બે વર્ગ છે. દરેક વર્ગમાં 60 વિદ્યાથી છે. આમ પ્રાથમિક વિભાગમાં 960 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. છેલ્લાં 10 વર્ષથી સ્કૂલમાં છોકરીઓની સંખ્યા વધતી જાય છે. છોકરાઓની સંખ્યા ઘટતી જાય છે. એટલે કે 960 માંથી 600 તો વિદ્યાર્થિની છે એટલે કે પ્રાથમિક સ્કૂલમાં 60 ટકા છોકરીઓ છે અને 40 ટકા છોકરા છે. ધોરણ 9થી 12માં કુલ 750 વિદ્યાર્થી છે. જેમાં છોકરીઓની સંખ્યા 450 છે. છોકરાઓની સંખ્યા 300 છે. એટલે કે એમાં 60 ટકાથી વધુ છોકરીઓ છે. પરીક્ષાના પરિણામમાં પણ ટોપ થ્રીમાં છોકરીઓ હોય છે.
આ પણ વાંચો:RTE Admission in Gujarat : RTE કાયદો છતાં મજૂર વર્ગના બાળકો પ્રવેશથી વંચિત કેમ ? જાણો
યોગ્ય પરિણામ મળી રહે છે - આ શાળાનું વાર્ષિક પરિણામમાં ધોરણ 10નું પરિણામ 50% જેટલું અને ધોરણ 12નું પરિણામ 90% જેટલું આવતું હોય છે. જેમાં શાળાના પ્રિન્સિપાલ એ જણાવ્યું કે, ધોરણ 10માં 75% જેટલું અને ધોરણ 12માં 100% પરિણામ આવે એવો અમારો પ્રયાસ ચાલી રહ્યો છે. આ શાળા ગુજરાતી માધ્યમની(Gujarati medium school) છે. અહીં ધોરણ 11-12 માં કોમર્સ અને આર્ટ્સના વિષય ઉપલબ્ધ છે.