ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના કહેરને લઈને કરફ્યૂનો ટાઈમ લંબાવતા વેપારીઓ નારાજ - વડોદરાના સમાચાર

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કરફ્યૂનો ટાઈમ લંબાવતા મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર મંગળ બજારના વેપારીઓમાં નારાજગી પ્રવર્તી છે.

કોરોનાના કહેરને લઈને કરફ્યૂનો ટાઈમ લંબાવતા વેપારીઓ નારાજ
કોરોનાના કહેરને લઈને કરફ્યૂનો ટાઈમ લંબાવતા વેપારીઓ નારાજ

By

Published : Apr 8, 2021, 9:41 PM IST

  • કરફ્યૂનો ટાઈમ લંબાવવામાં આવતા વેપાર ધંધા પર અસર પડી
  • મંગળ બજારમાં ખરીદી માટે ગામડામાંથી લોકો વધુ આવે છે
  • દુકાનના કારીગરોને પગાર આપવાના વેપારીઓને ફાંફા પડે છે

વડોદરાઃગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે અને મૃતકોનીનો સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના મહામારીને લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ કરફ્યૂનો ટાઈમ લંબાવવામાં આવ્યો છે. જેમાં રાત્રિના આઠથી લઈને સવારના છ કલાક સુધી લંબાવતા વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે.

કરફ્યૂનો ટાઈમ લંબાવવામાં આવતા વેપાર ધંધા પર અસર પડી

આ પણ વાંચોઃ વડોદરાનું સૌથી મોટું હાથીખાના બજાર બંધ, કોર્પોરેશનની મનમાનીનો વિરોધ

છેલ્લા એક વર્ષથી વેપાર-ધંધા પર કોરોના મહામારીના કારણે આ અસર થઈ છેઃ વેપારી

વડોદરા શહેરમાં સૌથી મોટુ બજાર મધ્ય ગુજરાતનું એટલે મંગળ બજાર. ત્યાં વડોદરા નહીં પણ મધ્ય ગુજરાતમાંથી લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. દિપક પરમાર નામના વેપારીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી વેપાર-ધંધા પર કોરોના મહામારીના કારણે આ અસર થઈ છે. સરકાર માત્ર નિર્ણય લે છે પણ પ્રજાનું કોઈપણ જાતનું વિચારતી નથી. સૌથી મોટું બજાર છે. મંગળ બજારમાં ખરીદી લગ્ન સીઝનમાં થતી હોય છે પણ સરકાર દ્વારા 100થી વધુ વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં હાજરી નહીં આપે તેને લઈને લગ્ન પ્રસંગ પણ બંધ હોવાના કારણે મંગળ બજારમાં સન્નાટો છવાઇ ગયો છે. વેપારીઓએ દુકાન પણ વહેલી બંધ કરવી પડે છે, વેપારીઓને દુકાનના માણસોનો પગાર આપવાના પણ ફાંફા પડી રહ્યા છે, તેમણે સરકારને વિનંતી કરી હતી કે, વેપારીઓનું કંઈક વિચારે.

મંગળ બજારમાં ખરીદી માટે ગામડામાંથી લોકો વધુ આવે છે

આ પણ વાંચોઃ લુણાવાડામાં કોરોના કેસ વધતાં મુખ્ય બજાર બંધ કરાયું

મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર મંગળ બજારઃ વેપારી

મંગળવારના વિજય કાકદે નામના વેપારીએ જણાવ્યું હતું કે. મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર મંગળ બજારમાં ગામડાઓની પબ્લિક વધારે આવતી હોય છે. ગામડાઓમાં પણ પ્રકારનો કરફ્યૂ નાખવામાં આવ્યો નથી. ત્યાં લગ્ન પ્રસંગ પણ ચાલુ છે એને થોડી ઘરાકી હોય છે. સિટીમાંથી તો પણ છેલ્લા એક વર્ષથી તેમને ઘરાકી જોવા મળતી નથી. જ્યારે કરફ્યૂ ટાઈમ લંબાવવામાં આવ્યો છે. તેની અસર થોડી પડી છે, એક વર્ષથી ધંધામાં નુકસાન જઈ રહ્યું છે, સરકારે કોરોનાના કારણે જે નિર્ણય લીધો છે એને પણ તેઓ ભારતીય તરીકે આવકારી રહ્યા છે.

કોરોનાના કહેરને લઈને કરફ્યૂનો ટાઈમ લંબાવતા વેપારીઓ નારાજ

ABOUT THE AUTHOR

...view details