ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે આવે છે એમ્બ્યુલન્સ

વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ફુલ થઈ રહી છે. ત્યારે OSD ડૉક્ટર વિનોદ રાવે મોડી રાત્રે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં આગામી દિવસોમાં બેડની સંખ્યા પણ વધારવામાં આવશે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે એમ્બ્યુલન્સ આવે છે. વડોદરાની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે.

વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે આવે છે એમ્બ્યુલન્સ
વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે આવે છે એમ્બ્યુલન્સ

By

Published : Apr 9, 2021, 9:25 PM IST

  • વડોદરામાં કોરોનાના કેસમાં સતત વધારો
  • સયાજી અને ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી થઈ હાઉસફુલ
  • હોસ્પિટલમાં દર મિનિટે કોરોના દર્દીને લઈને આવે છે એમ્બ્યુલન્સ

વડોદરાઃ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરની સયાજી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. ગુરુવારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મેડીકલ બુલેટિન બહાર પાડવામાં આવે છે, તેમાં 393 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ત્રણ પોઝિટિવ દર્દીનું મોત પણ થયું હતું. ત્યારે ETV Bharat દ્વારા આજે શુક્રવારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલની મુલાકાત લેતા હોસ્પિટલમાં દર મિનિટે કોરોના દર્દીઓને લઈને એમ્બુલન્સ આવે છે. દર્દીના પરિવાર માટે સયાજી હોસ્પિટલમાં તંબુ પણ બાંધવામાં આવ્યા છે.

સયાજી હોસ્પિટલ

આ પણ વાંચોઃ વડોદરાની સયાજી હોસ્પિટલ હાઉસફૂલ, વધુ બેડની કરાઇ વ્યવસ્થા

શહેરની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક

વડોદરા શહેરની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. દર મિનિટે એમ્બ્યુલન્સમાં કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે. તંત્રએ કોરોનાને લઈને નાગરિકો માટે વિચારવા જેવું છે. વડોદરા શહેરની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

સયાજી હોસ્પિટલ

OSD ડોક્ટર વિનોદ રાવે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી

વડોદરા કોરોના બેકાબૂ થઈ ગયો છે. સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે, ત્યારે મોડી રાત્રે OSD ડોક્ટર વિનોદ રાવે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં ડોક્ટર્સ, નર્સ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કુલ 1258 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી અને તેમના પત્ની અને પુત્ર પણ કોરોના સંક્રમિત થયા છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા OSD વિનોદ રાવ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની બેડોની સંખ્યા વધારી રહ્યાં છે.

સયાજી હોસ્પિટલ

આ પણ વાંચોઃ વડોદરામાં OSD વિનોદ રાવની નર્સિંગ કોલેજના આચાર્યો સાથે બેઠક યોજાઈ

ડૉક્ટર વિનોદ રાવે હોસ્પિટલમાં કામગીરીની સમીક્ષા કરી

કોરોના બેકાબૂ થતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ડૉક્ટર વિનોદ રાવે હોસ્પિટલમાં કામગીરીની સમીક્ષા કરી હતી. જ્યાં લગભગ 280 બેઠકની ક્ષમતા છે, જેમાં 170 બેડ ખાલી છે. ત્યાં ઓક્સિજનની સુવીધા પણ ત્યાં મુકવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં 150 ઓક્સિજન બેડો ઉમેરવામાં આવશે. આગામી અઠવાડિયામાં 750 બેડની હોસ્પિટલ કેમ્પસમાં બનાવવામાં આવશે.

વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે આવે છે એમ્બ્યુલન્સ

ABOUT THE AUTHOR

...view details