- કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ દ્વારા પી.એફ.ખાતામાં નોમિનેશન દાખલ કરવા ઝૂંબેશ
- છેલ્લા 2 માસમાં 30 હજાર પીએફ ખાતાઓમાં વારસદારોના નામ દાખલ કરાયા
- નોકરીદાતા કંપનીઓ પણ આગળ આવે તેવી અપીલ
- કર્મચારીઓને તકલીફ ના પડે તેવી સુગમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી
વડોદરાઃ વડોદરા પીએફ કચેરી (Vadodara PF Office) હેઠળ કુલ 5 જિલ્લા આવે છે, જેમાં વડોદરા ઉપરાંત પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહિસાગર જિલ્લાની ખાનગી કંપનીમાં કામ કરતા કર્મયોગીઓના પીએફ એકાઉન્ટ (PF Accounts) અહીં નિભાવવામાં આવે છે. અત્યારની સ્થિતિએ કુલ 30.20 લાખ પીએફધારકોના (PF account holders) ખાતાઓ પૈકી 5.75 લાખ સક્રિય ખાતા (PF accounts) છે. હાલમાં જ આ તમામ ખાતાઓમાં (PF account holders) તેમાં જમા ભંડોળ (fund) મુજબ વ્યાજ (interest) જમા કરી દેવામાં આવ્યું છે. તો કર્મચારીઓને તકલીફ ના પડે એવી સુગમ વ્યવસ્થા (Special facility for PF account holders) ઉભી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો-Corona Effect : 2020-21માં Surat PF Office દ્વારા 2.85 ક્લેઇમ સામે 846 કરોડ ચૂકવાયા
PFના દાવાઓની પતાવટ માટે થ્રી સ્ટેપ ઓનલાઈન વ્યવસ્થા કરાઈ
પીએફની ક્ષેત્રીય ઓફિસના (Regional Office of PF) કમિશનર મનોજ કુમાર યાદવે જણાવ્યું હતું કે, પીએફના દાવાઓની (PF's claims) પતાવટ માટે થ્રી સ્ટેપ ઓનલાઈન વ્યવસ્થા (Three step online management) ઊભી કરવામાં આવી રહી છે. કચેરી ખાતે પણ નિયત સંખ્યા કરતાં વધુ દાવાઓની પતાવટ કરીને કર્મચારીઓને તેમના હકના નાણાં ચૂકવવામાં આવી રહ્યા છે. પીએફ ખાતાધારકોને (PF account holders) તેમના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેના વારસદારને 7 લાખ રૂપિયા વીમાની રકમ મળવાપાત્ર છે અને પેન્શનરૂપે પત્નીને 2,500 રૂપિયા તેમ જ 2 બાળકો સુધી બાળકદીઠ 450 રૂપિયા મળવાપાત્ર છે.