ગુજરાત

gujarat

ETV Bharat / city

કરજણ-ભરૂચ ટોલનાકા પર કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા, વીડિયો વાઇરલ - વડોદરા ન્યુઝ

એક તરફ રાજ્યમાં કોરોનાંએ માથું ઊંચકતા વધુ એક વખત કોરોનાં ફેઝ 2માં રાત્રી કરફ્યુ લાદવાની સરકારને ફરજ પડી છે. બીજી તરફ કરજણ ભરૂચ ટોલનાકા પર ટોલ ટેક્સ ઉઘરાવતા કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના કામગીરી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

કરજણ-ભરૂચ ટોલનાકા પર કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા, વીડિયો વાયરલ
કરજણ-ભરૂચ ટોલનાકા પર કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા, વીડિયો વાયરલ

By

Published : Nov 22, 2020, 4:29 PM IST

  • સરકારની લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ
  • કરજણ-ભરૂચ ટોલનાકા પર કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા
  • વીડિયો વાયરલ થતાં સરકારના નીતિ નિયમોની થઈ ઐસીતૈસી

વડોદરા: એક તરફ રાજ્યમાં કોરોનાંએ માથું ઊંચકતા વધુ એક વખત કોરોનાં ફેઝ 2માં રાત્રી કરફ્યુ લાદવાની સરકારને ફરજ પડી છે. બીજી તરફ કરજણ ભરૂચ ટોલનાકા પર ટોલ ટેક્સ ઉઘરાવતા કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના કામગીરી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

કરજણ-ભરૂચ ટોલનાકા પર કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા

કરફ્યૂ શરૂ થાય પૂર્વે મુલાકાતીઓ રાત્રી દરમિયાન વતન જવા રવાના

કોરોનાનો કહેર પુનઃ વધતા અમદાવાદમાં સળંગ કર્ફ્યુ બાદ વડોદરા, સુરત , રાજકોટમાં રાત્રી કર્ફ્યુ રાખવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાને કરી હતી. તે મુજબ પોલીસ પ્રશાસને પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું હતું. પોલીસ વિભાગે શનિવારની રાત્રિથી જ તૈયારીઓ આરંભી દીધી હતી અને રાત્રીના નવના ટકોરે અમલની શરૂઆત થઈ હતી. આઠ વાગ્યાથી જ ટ્રાફિકજામ થઇ ગયો હતો અને નવ વાગ્યા પહેલાં જ પોલીસનો કાફલો માર્ગો પર ઉતરી જતાં નવના ટકોરે કરફ્યૂનો અમલ શરૂ થયો હતો.

કરજણ-ભરૂચ ટોલનાકા પર કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા

રાજ્યમાં કોરોનાંનો પુનઃ વ્યાપ વધતાં શનિવારથી રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યું હતું. જેનો અમલ કરાવવા પોલીસ તંત્ર સજ્જ થયું છે.લોકોને માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્ટસિંગનું પાલન કરવા તંત્ર દ્વારા વિવિધ માધ્યમો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાત્રી કરફ્યૂની વાતને લઈ દિવાળી વેકેશન માણવા આવેલા મુલાકાતીઓ પોત પોતાના માદરે વતન ફર્યા હતા. તે જ પ્રમાણે રાત્રી દરમિયાન હાઇવે પરના ટોલ નાકા પર વાહનોની હોડ જામી હતી. જ્યારે વડોદરાથી કરજણ અને ત્યાંથી ભરૂચ જતાં ટોલટેક્સ પર કામ કરતા કર્મચારીઓ માસ્ક વિના કામગીરી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. માસ્ક વિના કેબિનમાં સોશિયલ ડિસ્ટન્ટ જાળવ્યા વગરનો કર્મચારીઓનો આ વીડિયોમાં નજરે પડ્યા હાલ સરકાર લોકોને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કરી રહી છે. આ ટોલટેક્સ ઉઘરાવતા કર્મીઓ માસ્ક પહેર્યા વગર જ આવતાં સરકારના નીતિ નિયમોના લીરેલીરા ઉડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details