ગુજરાત

gujarat

ETV Bharat / city

કરજણ પેટા ચૂંટણીના અનુસંધાને જીલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી - baroda news

ભારતના ચૂંટણી પંચે વડોદરા જીલ્લાની 147 કરજણ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી યોજવાની જાહેરાત કરી છે. જે અનુસંધાને વડોદરા જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

vadodra assembaly
vadodra assembaly

By

Published : Oct 1, 2020, 11:08 PM IST

વડોદરાઃ ભારતના ચૂંટણી પંચે વડોદરા જીલ્લાની 147 કરજણ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી યોજવાની જાહેરાત કરી છે. જે અનુસંધાને જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

જીલ્લા ચૂંટણી અધિકારીએ ચુંટણી પંચ દ્વારા નિર્ધારિત કરેલા સમય પત્રક, ઉમેદવારી પત્રો આપવા અને ભરેલા ઉમેદવારી પત્રો સ્વીકારવાની વ્યવસ્થા, બેઠકના ચુંટણી અધિકારી, મદદનીશ ચુંટણી અધિકારીની નિયુક્તિ અને પંચે નિર્ધારિત કરેલી આચાર સંહિતા સહિત વિવિધ જરૂરી બાબતોની જાણકારી આપી હતી.

તેમજ ઉપસ્થિત પક્ષ પ્રતિનિધિઓને વરિષ્ઠ મતદારો, દિવ્યાંગ મતદારો અને કોવિડ પ્રભાવિત મતદારોની ત્રણેય કેટેગરી માટે પોસ્ટલ બેલેટ વડે મતદાન કરવાની વ્યવસ્થાની વિગતવાર સમજ આપવામાં આવી હતી. નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોશીએ જરૂરી જાણકારી આપી હતી. આ ચુંટણીને અનુલક્ષીને જરૂરી સાહિત્ય તમામ ઉપસ્થિત પ્રતિનિધિઓને આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details