વડોદરા વડોદરા શહેર એ ઉત્સવ પ્રિય નગરી છે. ત્યારે હવે ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાં વિવિધ પ્રકારની ગણેશજીની પ્રતિમાઓ જોવા મળી રહી છે. ત્યારે હાલમાં ખૂબ ધામધૂમથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભાવી ભક્તો ક્યાંક માટીની તો ક્યાંક પીઓપીની મૂર્તિની ધૂમ ખરીદી કરી રહ્યા છે. ત્યારે ગાયના ગોબરમાંથી બનાવેલ ગણેશજીની મૂર્તિઓએ પણ આકર્ષણ જમાવ્યું છે.
ગૌ માતાના ગોબરમાંથી બનતી મૂર્તિકાઉ પ્રોડક્ટ એસોસિએશનના ટ્રસ્ટી દ્વારા નિર્માણ કરવામાં આવેલ ગણેશજી ખુબજ સુંદર અને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવ્યા છે. સાથે જ ગૌ માતાના પંચકબીથી બનાવવામાં આવેલ ગણેશજીની મૂર્તિ જેમાં ગાયમતાનું ગોબર, ગૌમુત્ર ,દૂધ ,દહીં,ઘીના મિશ્રણથી બનાવેલ ગણેશજી ખૂબજ સુંદર બનાવવામાં આવ્યા છે.
ગોબરમાંથી બનાવેલ મૂર્તિની વિશેષતાકાઉ પ્રોડક્ટ એસોસિએશનના ટ્રસ્ટી મૂમૂકેશભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગૌ માતાના ગોબરમાંથી બનાવવામાં આવેલી ભગવાન ગણેશજીની મૂર્તિ 6 ઇંચ થી લઈ 3 ફૂટ સુધીની બનાવવામાં આવી છે. આ પ્રકારના ગણેશજીને વિસર્જન માટે બહાર જવાની જરૂર રહેતી નથી. ઘરમાંજ આ મૂર્તિનું વિસર્જન કરી શકાય છે સાથે પર્યાવરને અનુકૂળ ગૌ માતાના ગોબરની મૂર્તિ ઘરમાં રહેલ ફૂલછોડના ગમલામાં મુકવાથી નેચરલ ખાતર પણ થઈ જાય છે. મૂર્તિમાં રહેલ વિવિધ બીજ દ્વારા આવનાર સમયમાં ફળની પ્રાપ્તિ થાય છે એટલે ચોક્કસથી પર્યાવરણ અને ગૌ માતાનું પણ જતન થાય છે.