- ગુજરાત ATSના સ્ટાફ અને વડોદરા SOG દ્વારા સંયુક્ત કામગીરી
- બાતમી આધાર જોઈન્ટ ઓપરેશન દ્વારા બે આરોપીની કરાઈ ધરપકડ
- 163 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું
વડોદરા: ગુજરાત રાજ્યમાં ડ્રગ્સના ચાલતા વેપારને ડામવા માટે પોલીસ સર્તકતા દાખવી રહી છે, ત્યારે ઇન્દોરથી વડોદરા આવેલા શખ્સો સયાજીગંજ વિસ્તારમાં એમાન મોહમદહનીફ શેખ 2) મોહમદરીઝવાન મોહમદરસીદ MD ડ્રગ્સની ડીલીવરી કરી તે પહેલા જ ગુજરાત ATS અને વડોદરા SOGએ સંયુક્ત ઓપરેશન કરી તેમને ઝડપી લીધા હતા. એમાન મોહમદહનીફ પાસેથી 163 ગ્રામ રૂપિયા 16,30,000 કિંમતનું ડ્રગ્સ મળી આવતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
16.30 લાખ કિંમતનો ડ્રગ્સ ઝડપાયો વેફર્સના પ્લાસ્ટિક થેલીમાં લાલ રંગની બેગમાંથી 163 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું
ગુજરાતના ATS અને વડોદરાને ચોક્કસ બાતમી મળી હતી કે, ઇન્દોરથી બસમાં વડોદરા આવનારા બે શખ્સો શહેરમાં MD ડ્રગ્સની ડિલિવરી પહોંચાડવાના છે. મળેલી બાતમીના આધારે ATSની ટીમ અને વડોદરા SOG ટીમ 2 કેરીયરને પકડવા માટે કામે લાગી હતી. આ દરમિયાન બાતમી મૂજબની લાલ ટીશર્ટ પહેરી ટોપી સાથે બે અજાણ્યા શખ્સ ડિલિવરી કરવાના હતા, ડ્રગ સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલાસે તેમને ઝડપી લેતા તેની પાસેની વેફર્સના પ્લાસ્ટિક થેલીમાં લાલ રંગની બેગમાંથી 163 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે સાથે MD ડ્રગ્સ, 20 હજાર કિંમતનો મોબાઈલ અને રોકડા 1550, બસ ટિકિટ સહિત વસ્તુ જપ્ત કરી. જેની ખાતરી કરતા બેગમાંથી મળેલુ ડ્રગ્સ MD હોવાનુ જણાઇ આવ્યું હતું.
ડ્રગ્સની આંતરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 16.30 લાખ
ગુજરાત ATSની ટીમે ઝડપેલા અમાનને આ મામલે પૂછપરછ કરતાં તેમને જણાવ્યું હતુ કે, તેને ઇન્દોર મધ્ય પ્રદેશમાં રહેતા અમીરખાન લાલા પાસેથી જથ્થો સપ્લાય લીધો હતો. જે લઇને તે વડોદરા એસટી બસમાં બેસી પહોંચ્યો હતો. વડોદરા પહોંચ્યા બાદ એસટી બસ ડેપોમાં છોટાલાલ ભવનલાલ પાસે ટી શર્ટ અને બ્લેક ટોપીમાં અજાણ્યો શખ્સને આ ડ્રગ્સ પહોંચાડવાનો હતો. અમાન અને તેના સાગરીત પાસેથી મળી આવેલા મેથાફેટામાઇન ડ્રગ્સની આંતરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 16.30 લાખ હોવાનું જાણવા મળ્યું હતુ.