ગુજરાત

gujarat

ETV Bharat / city

ડેસર તાલુકાના ગામોમાં રાત્રીના સમયે આકાશમાં ઉડતા ડ્રોન બન્યા ચિંતાનો વિષય - ડેસર તાલુકામાં સ્થાનિકો

વડોદરાના ડેસર તાલુકાના(Desar taluka of Vadodara) અલગ અલગ ગામોમાં રાત્રીના સમયમાં ઉડતા ડ્રોન નજરે આવ્યા છે. આ ઘટનાને લીધે ગ્રામજનોમાં ફફડાટ પેદા થયો છે. આ ગામમાં અનેક સ્થાનિકો માટે આ ચિંતાનો વિષય બનતા સ્થાનિક પોલીસ મથકમાં(Desar Local Police Station) જાણ કરી ફરિયાદ નોધાવાનમાં આવી છે. જેનું હજુ સુધી કોઈ કારણ મળ્યું નથી.

ડેસર તાલુકાના ગામોમાં રાત્રીના સમયે આકાશમાં ઉડતા ડ્રોન બન્યા ચિંતાને વિષય
ડેસર તાલુકાના ગામોમાં રાત્રીના સમયે આકાશમાં ઉડતા ડ્રોન બન્યા ચિંતાને વિષય

By

Published : Jul 5, 2022, 6:33 AM IST

વડોદરા:શહેરના ડેસર તાલુકાના અલગ અલગ ગામોમાં રાત્રી દરમિયાન રહસ્યમય ડ્રોન આંટાફેરા(Drones Flying in the Night Sky) મારી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં દહેશતનો માહોલ(Atmosphere of fear in villagers) જોવા મળી રહ્યો છે. અગાઉ આણંદ નજીકના ગામોમાં રાત્રી ટાણે ડ્રોન આંટાફેરા મારતા હોવાનું સામે આવ્યું હતું. જો કે વિવિધ વિસ્તારોમાં ડ્રોન ઉડવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો:જમ્મુમાં ફરી દેખાયું પાકિસ્તાની ડ્રોન, BSFએ ફાયરિંગ કરી ભગાવી મૂક્યુ

રાત્રીના ટાણે ડ્રોન ઉડવાથી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ -રાજ્યના અનેક ગામોમાં રાત્રીના ટાણે ડ્રોન ઉડવાની ઘટનાઓ અગાઉ સામે આવી હતી. જેને કારણે ગ્રામજનોમાં દહેશત ફેલાઈ હતી. જોકે આ અંગે કોઇ કારણ સામે આવ્યું ન હતું.તાજેતરમાં વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વિવિધ ગામોમાં રાત્રી ટાણે ડ્રોન ઉડવાની ઘટનાઓ સામે આવી રહી છે.

વડોદરાના ડેસર તાલુકાના અલગ અલગ ગામોમાં રાત્રી દરમિયાન રહસ્યમય ડ્રોન આંટાફેરા મારી રહ્યા હોવાનું સામે આવ્યું છે

અજાણ્યા ડ્રોન પંથકમાં ચર્ચાનો વિષય બન્યો-સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, ડેસર તાલુકાના જાંબુગોરલ દાજીપુરા બૈડપ, બારીયાના મુવાડા, દાજીપુરા, વાલાવાવમાં રાત્રીના સમયે ડ્રોન ઉડતા હોવાની ઘટના સામે આવી છે. રાત્રે અંધારામાં ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાત્રી ટાણે ઉડતા અજાણ્યા ડ્રોન પંથકમાં(Unknown Drone Flying) ચર્ચાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો:Drone in Ferozepur Border: પંજાબના ફિરોઝપુર બોર્ડર પર પાકિસ્તાનનું મેડ ઇન ચાઇના ડ્રોન જોવા મળ્યું, સર્ચ ઓપરેશન ચાલુ

ઉડતા ડ્રોન હવે ગ્રામજનોમાં ચિંતાનો વિષય - અગાઉ આણંદના અનેક ગામોમાં અજાણ્યા ડ્રોન ઉડવાની ઘટનાઓ સામે આવી હતી. જેને પગલે જે તે સમયે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસને જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ અજાણ્યા ડ્રોન ઉડવાની ઘટના પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ડેસર તાલુકામાં પણ સ્થાનિકોએ(Locals in Dassar taluka) પોલીસ મથકમાં જાણ કરી હતી. તેની સાથે સ્થાનિક સરપંચને પણ જાણ કરવામાં આવી છે. ઉડતા ડ્રોન હવે ગ્રામજનોમાં ચિંતાનો વિષય બન્યો છે

ABOUT THE AUTHOR

...view details