ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં કોવિડ વિભાગના OSD ડૉ. રાવે સોમવારથી કડક કાર્યવાહીના આપ્યા સંકેત - SSG અને ગોત્રી કોવિડ હોસ્પિટલો

કોવિડ વિભાગના OSD ડૉ.વિનોદ રાવે શુક્રવારે પૂર્વે SSG અને ગોત્રી કોવિડ હોસ્પિટલોની મુલાકાત લઈ ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. વડોદરામાં ચૂંટણીઓ પૂર્વે દૈનિક 40થી 42 કેસો આવતાં હતા. જ્યારે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોવિડના આંકડા મુજબ 60થી 62 કેસો નોંધાઈ રહ્યા છે. આથી, ડૉ. રાવે કોરોના નિયંત્રણ માટે લેવાયેલા પગલાંઓને વધુ વેગવાન બનાવવા સૂચન કર્યું હતું.

વડોદરામાં કોવિડ વિભાગના OSD ડૉ. રાવે સોમવારથી કડક કાર્યવાહીના આપ્યા સંકેત
વડોદરામાં કોવિડ વિભાગના OSD ડૉ. રાવે સોમવારથી કડક કાર્યવાહીના આપ્યા સંકેત

By

Published : Mar 15, 2021, 12:20 PM IST

  • કોવિડ વિભાગના OSD ડૉ.વિનોદ રાવ શુક્રવારે SSG અને ગોત્રી કોવિડ હોસ્પિટલોની મુલાકાતે
  • ડૉ. વિનોદ રાવે કોરોના હોસ્પિટલોમાં કડક કાર્યવાહીના આપ્યા સંકેત
  • વડોદરા મ્યુ.કો. તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી

વડોદરા: કોરોનાના કેસો વધી રહ્યા હોવાને કારણે કોવિડ વિભાગના OSD ડૉ.વિનોદ રાવે શુક્રવારે પૂર્વે SSG અને ગોત્રી કોવિડ હોસ્પિટલોની મુલાકાત લઈ ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ, બન્ને હોસ્પિટલોના અધિકારીઓ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી . શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 4 મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ વડોદરાની પ્રવર્તમાન પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. સાથે જ છેલ્લા 7-8 મહિનાઓ દરમિયાન કોરોના નિયંત્રણ માટે લેવાયેલા પગલાંઓને વધુ વેગવાન બનાવવા સૂચન કર્યું હતું.

આ પણ વાંચો:વડોદરામાં કેટલીક હોસ્પીટલો કોરોના રસી લેનારાઓને ઓબ્ઝર્વેશનમાં રાખતી નથી

કોવિડના આંકડામાં નોંધપાત્ર વધારો

ડૉ. મીનું પટેલને SSG હોસ્પિટલ ખાતે ઍડવાઈઝર અને ડૉ. શીતલ મિસ્ત્રીને GMERS હોસ્પિટલ ગોત્રી ખાતે તેઓના ઍડવાઈઝર તરીકે નિમણુંક કરવામાં આવી છે. વડોદરામાં ચૂંટણીઓ પૂર્વે દૈનિક 40થી 42 કેસો આવતાં હતા. જ્યારે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોવિડના આંકડા મુજબ 60થી 62 કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવતા આંકડાઓમાં 100નો આંકડો પાર થઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે સાંજે જારી કરેલા આંકડાઓ મુજબ વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 95 કેસ અને જિલ્લામાં 22 કેસ એટલે કે કુલ 117 કેસ નોંધાયા છે. જ્યારે, 81 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આ પણ વાંચો:કોરોના સંક્રમણ ફેલાશે તો શિવજી જવાબદાર: પ્રધાન યોગેશ પટેલ

ABOUT THE AUTHOR

...view details