ગુજરાત

gujarat

ETV Bharat / city

IT Raid in Vadodara : હવે આ શહેરમાં ITનું મેગા ઓપરેશન, હોસ્પિટલમાં પાડ્યા દરોડા - Raids on Darshan Bankers in Surat

વડોદરા નામાંકિત ડો.દર્શન બેંકર્સને ત્યાં IT વિભાગના (IT Raid in Vadodara) દરોડા પડતા સનસનાટી ફેલાઈ છે. મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી (Dr Darshan Bankers IT Raid) સંભાવના સ્પષ્ટ દેખાય આવે છે.

IT Raid in Vadodara : અમદાવાદ પછી હવે આ શહેરમાં ITનું મેગા ઓપરેશન, હોસ્પિટલમાં પાડ્યા દરોડા
IT Raid in Vadodara : અમદાવાદ પછી હવે આ શહેરમાં ITનું મેગા ઓપરેશન, હોસ્પિટલમાં પાડ્યા દરોડા

By

Published : Jun 8, 2022, 9:39 AM IST

Updated : Jun 8, 2022, 11:08 AM IST

વડોદરા :વડોદરા નામાંકિત ડો.દર્શન બેંકર્સને ત્યાં IT વિભાગે (IT Raid in Vadodara) વહેલી સવારે દરોડા પાડતા ચકચાર મચી ઉઠી છે. આઈ ટી વિભાગે દર્શન બેંકર્સ સાથે સંકળાયેલા અલગ અલગ સ્થળે દરોડા પાડતા સનસનાટી (Dr Darshan Bankers IT Raid) ફેલાઈ છે. મહત્વનું છે કે, અમદાવાદ બાદ હવે બરોડામાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન ચાલુ છે.

અમદાવાદ પછી હવે આ શહેરમાં ITનું મેગા ઓપરેશન

આ પણ વાંચો :Edible Oil Scam in Patan : પાટણમાં ખાદ્યતેલ સાથે છેડછાડ કરતા એન્ટરપ્રાઇઝના CID એ પાડ્યા શટર

અલગ અલગ સ્થળઓ પર દરોડા - બરોડા અને સુરતમાં એકાદ ડઝન સ્થળોએ IT વિભાગ ત્રાટકતા અફરાતફરીનો માહોલ(IT raids in Bankers Group) જોવા મળી રહ્યો છે. બરોડામાં આ ગ્રુપની આવેલી છે અલગ અલગ પાંચ હોસ્પિટલમાં દરોડા પાડ્યા છે. બેંકર ગ્રુપ સુરતમાં (Raids on Darshan Bankers in Surat) પણ હોસ્પિટલ ધરાવે છે. આ ઉપરાંત અલકાપુરીમાં રહેતા ડો.દર્શન બેંકર્સના નિવાસસ્થાન પર IT ત્રાટકયુ છે. દર્શન બેંકર સાથે જોડાયેલા અન્ય સ્થળો પર પણ દરોડા જોવા મળી રહ્યા છે. આ રેડમાં IT વિભાગના 50 થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના સ્પષ્ટ દેખાય આવે છે.

આ પણ વાંચો :જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા, દારૂની તપાસ દરમિયાન 32 લાખની રોકડ રકમ મળી આવી

વિવિધ જગ્યા પર ITના દરોડા - મળતી માહિતી મુજબ સુરત અને વડોદરાની બેંકર્સ હાર્ટ હોસ્પિટલની નાણાકીય (IT raids on Vadodara Hospital) વહીવટની હાલ તપાસ થઈ રહી છે. તેમજ ઓ.પી રોડની બેંકર્સ હાર્ટ હોસ્પિટલ ખાતે કર ચોરી મામલે પણ તપાસ ચાલુ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં બેંકર્સ હાર્ટ હોસ્પિટલ ખુબ ચર્ચામાં જોવા મળી હતી. આ ઉપરાંત કોરોના કાળ બાદ જમીનો અને સોનામાં રોકાણ કર્યું હોવાની વાતો પણ બહાર આવી છે. IT વિભાગ દ્વારા કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને નાણાકીય વહીવટના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે, કેટલા મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે છે.

Last Updated : Jun 8, 2022, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details