ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારી યોજના વગર પણ આ ગામના લોકોને મળે છે સાવ મફતમાં રાંઘણગેસ - ગુજરાત વડોદરા વાઘોડિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉજ્જવલા (PM Modi Ujjavala Yojna) યોજનામાં ગરીબ પરિવારોને મફત રાંધણગેસ (Free Cooking Gas Scheme) આપવામાં આવે છે. પણ આ યોજનાથી એક પગલું આગળ વધીને ગોવર્ધન અભિયાન ગ્રામીણ પરિવારો માટે એકદમ સરળતા ઉભી કરી છે. જેથી ઘર આંગણે જ બાયોગેસ પ્લાન્ટ (Individual Biogas Plant) નાખીને સાવ મફતમાં રાંધણ ગેસ આપવાની યોજના શરૂ કરાઈ હતી.

સરકારી યોજના વગર પણ આ ગામના લોકોને મળે છે સાવ મફતમાં રાંઘણગેસ
સરકારી યોજના વગર પણ આ ગામના લોકોને મળે છે સાવ મફતમાં રાંઘણગેસ

By

Published : Jul 1, 2022, 9:15 PM IST

વડોદરાઃબાયોગેસ પ્લાન્ટ (Individual Biogas Plant) યોજના અંતર્ગત CRS ફંડમાં ગોરજ પાસે આવેલા દોલાપુરા (Dolapura Vaghodia District) ગામના 60 જેટલા ઘર પૈકી 50 ઘરમાં બાયોગેસ નાખવામાં આવતા હવે ત્યાં રાંધણ ગેસ (Free Cooking Gas Scheme) સાવ મફતમાં મળી રહ્યો છે. વડોદરાના વાઘોડિયા તાલુકાના ગોરજ પાસે આવેલા દોલાપુર ગામની વસતી માત્ર 350 જેટલી અને 60 ઘર છે. તાજેતરમાં કોર્પોરેટ સોશિયલ રિપોન્સબલિટી હેઠળ સિન્ટેક્સ આધારિત બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. ગામના મોટાભાગના પરિવારો પશુપાલન સાથે સંકળાયેલા છે. એટલે આ પ્લાન્ટ તેમને માટે બહુ અનુકૂળ છે. સિન્ટેક્સનો બાયોગેસ પ્લાન્ટ રૂ. 20થી 22 હજારમાં આવે છે.

સરકારી યોજના વગર પણ આ ગામના લોકોને મળે છે સાવ મફતમાં રાંઘણગેસ

આ પણ વાંચોઃસુરતના જીતે ચેસમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ખુબ ઓછા સમયમાં આ કરી બતાવ્યુ

ગોબર ગેસ પ્લાન્ટઃ આ સમગ્ર બાયોગેસ પ્લાન્ટની ક્ષમતા 100 કિલોની હોય છે. ત્રણ મીટર જેટલી ગોળાઇ ધરાવતા પીવીસીના આ પ્લાન્ટમાં ગોબર નાખવા માટે અને તેના નિકાલ માટે અલગ વ્યવસ્થા હોય છે. તે એકદમ સરળ છે. અત્યાર સુધી કોન્ક્રિટના પ્લાન્ટમાં ગોબર નાખવા માટે અલગ ટાંકી બનાવવી પડતી હતી. જેમાં ગોબર અને પાણી નાખીને મિક્સર કરીને નાખવું પડતું હતું. વળી, તેના કાયમી બાંધકામનો ખર્ચ અને માથાકુટ અલગથી! તેની સાપેક્ષે આ પ્લાન્ટ ઉપયોગમાં એકદમ સરળ છે. દોલાપુરા ગામના પાર્વતીબેન પરમારે પોતાના ઘરમાં ગોબરધન પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.

આ પણ વાંચોઃEase of Doing Business : ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં ગુજરાતે મારી બાજી, જાણો રેન્ક

શું કહે છે લાભાર્થીઃ પાર્વતીબેન કહે છે કે, અમારા પરિવારમાં દસ વ્યક્તિ છે. તે તમામનું જમવાનું આ પ્લાન્ટથી બની જાય છે. સિલિન્ડર બદલવાની ઝંઝટથી સાવ મુક્તિ તો મળી સાથે, આ પ્લાન્ટથી રાંધણગેસ પાછળ મહિનાના અંતે થતો ખર્ચ પણ બચે છે. ચૂલા પર રાંધ્યું હોય એવો સ્વાદ ભોજનમાં મળે છે. ઘરના પશુઓથી નિર્મિત ગોબર સાવ નિર્થરક રીતે ખાતરમાં જતું હતું. તેની સામે હવે આ ગોબરથી ગેસ મળવાની સાથે તેનાથી કમ્પોસ્ટ થયેલું ખાતર પણ મળે છે. સારી રીતે ચલાવવાથી ગોબર ગેસ સારી રીતે ચાલે છે.

ABOUT THE AUTHOR

...view details