- શાલિની અગ્રવાલ પહોંચ્યા MGVCLના સ્ટેશને
- વવાઝોડાની સમગ્ર પરિસ્થિતિનો મેળવ્યો તાગ
- ઓક્સીજન રિફિલિંગની કામગીરીનુ નિરીક્ષણ કર્યું
વડોદરા: શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે હંગામી ધોરણે બનાવવામાં આવેલા મેડીકલ ઓક્સીજન રિફિલિંગ સેન્ટરની કલેક્ટર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી હતી. વાવાઝોડાની અસરના કારણે પવન અને વરસાદી વાતાવરણ વચ્ચે પણ કોવિડ હોસ્પિટલોને ઓક્સીજનનો જથ્થો સતત મળતો રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સાથે જ સતત તેનુ મોનીટરીંગ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી રહ્યુ છે. તેના ભાગરૂપે બુધવારે કલેક્ટરશ્રીએ ઓક્સીજન રિફિલિંગની કામગીરીનુ નિરીક્ષણ કર્યું હતુ.
આ પણ વાંચો :વાવાઝોડા તૌકતેની સંભાવનાઓના અનુસંધાને જિલ્લા કલેક્ટરે તંત્રના તમામ વિભાગો સાથે કરી ઓનલાઇન બેઠક