ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ગેરકાયદેસર દબાણ તોડવામાં આવ્યું, સ્થાનિકોમાં નારાજગી - Sayajiganj pressure relief operation

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં દબાણ (pressure relief operation in Vadodara) હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વહેલી સવારથી સયાજીગંજ વિસ્તારમાંથી દબાણ દૂર કરવા પોલીસ જવાનોનો મોટો કાફલો તેમજ મેયર સહિત તમામ અધિકારીઓ આ ઝુંબેશમાં જોડાયા હતા. (Sayajiganj pressure relief operation)

ગેરકાયદેસર દબાણ તોડવામાં આવ્યું, સ્થાનિકો નારાજગી
ગેરકાયદેસર દબાણ તોડવામાં આવ્યું, સ્થાનિકો નારાજગી

By

Published : Sep 14, 2022, 2:32 PM IST

Updated : Sep 14, 2022, 8:31 PM IST

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે વહેલી સવારે 7 વાગ્યાથી દબાણો (pressure relief operation in Vadodara) તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સયાજીગંજ વિસ્તારમાંથી દબાણ દૂર કર્યા બાદ તાંદળજા સહકાર નગર વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણો હટાવવાની ઝુંબેશમાં પોલીસ જવાનોનો મોટો કાફલો તેમજ મેયર સહીત તમામ અધિકારીઓ જોડાયા હતા.(Pressure operation by VMC)

ગેરકાયદેસર દબાણ તોડવામાં આવ્યું, સ્થાનિકો નારાજગી

દબાણો હટાવવાની કામગીરી છેલ્લા કેટલા સમયથી પાલિકા દ્વારા દબાણો હટાવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે પાલિકા દ્વારા સયાજીગંજ અને તાણજજા વિસ્તારમાં દબાણો દૂર કરાયા હતા. સહરકાર નગરમાં દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન સ્થાનિકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જોકે અહીં 1400 જેટલા ગરીબો માટેના આવાસો બનવા જઈ રહ્યા છે. જેથી અહીંનું ગેરકાયદેસર દબાણ તોડવામાં આવ્યું હતું. જે માટે વડોદરાના મેયર કેયુર રોકડીયા સહિત દબાણ શાખાની ટીમ અને સ્ટાફ જોડાયો હતો. (Sayajiganj pressure relief operation)

સોમા તળાવના દબાણ દૂર કર્યાકુલ 4 બુલડોઝર, 5 જેશિબિ, 8 ટ્રક અને 125 લોકોનો પાલિકાનો સ્ટાફ દબાણો દૂર કરવાની કામગીરીમાં જોડાયો હતો. પાલિકાની ટીમે ગત રાત્રી એ સોમા તળાવ નજીકના દબાણો પણ દૂર કર્યા હતા. પાલિકાની ટીમ સાથે પોલીસ પણ વહેલી સવારથી દબાણો દૂર કરવાની કામગીરી સાથે જોડાઈ હતી. તેમજ લોકોને સમજાવટ વિસ્તારના દબાણો દૂર કર્યા હતા. (VMC broke illegal pressure)

Last Updated : Sep 14, 2022, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details