ગુજરાત

gujarat

ETV Bharat / city

દીપોત્સવી પર્વ માટે ભુજ અને વડોદરામાં અવનવી પેટર્નના દીવાની ઘરાકી ખુલી

અંધકારથી અજવાળા તરફ લઈ જતું જ્ઞાનનું શુભ પર્વ એટલે ( Dipotsavi Festival in Bhuj ) દિવાળી. દીવા જેમાં પ્રગટાવવામાં આવે છે કોડીયાં બનાવવા માટે કુંભાર નોરતાં પૂરા થતાં શરુ કતાં હોય છે. ભુજ અને વડોદરામાં કુંભારો રાતદિવસ કામ કરીને કેવી વેરાયટીના કોડીયાં ( Demand raise for Lamps made of clay Vadodara) બનાવ્યાં છે તે જોઇએ.

By

Published : Oct 14, 2022, 8:10 PM IST

દીપોત્સવી પર્વ માટે ભુજ અને વડોદરામાં અવનવી પેટર્નના દીવાની ઘરાકી ખુલી
દીપોત્સવી પર્વ માટે ભુજ અને વડોદરામાં અવનવી પેટર્નના દીવાની ઘરાકી ખુલી

ભુજ રોશનીના તહેવાર દિવાળી (Dipotsavi Festival 2022 )ને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને લોકો પણ દિવાળીને લઈને જુદી જુદી રીતે તૈયારીઓ શરૂ કરી છે. દિવાળીના તહેવારમાં બજારમાં નવી નવી લાઈટ્સ અને ટ્રેન્ડી દીવાઓ આવવાનું શરૂ થાય છે. ભુજના કુંભારવાડામાં રાત દિવસ કુંભાર સખત મહેનત કરીને અવનવી પેટર્નના દીવા ( Demand raise for Lamps made of clay Bhuj ) તૈયાર કરી રહ્યા છે.

ભૂજ અને વડોદરામાં દિવાળીને લઈને જુદી જુદી રીતે તૈયારીઓ

કલર કર્યા બાદ વધુ આકર્ષક બને છે દીવા ભુજમાં દીવડા બનાવતા કુંભારો આ વર્ષે ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી પેટર્નના દીવા બનાવી રહ્યા છે. ભઠ્ઠામાં શેક્યા બાદ કલર કરીને તેને બજારમાં વેચવા માટે મૂકશે. કુંભાર રોજના 500થી 600 દીવડા બનાવવાની કળા ધરાવે છે. ચાકડા પર દીવડા બનાવવા માટે ચીકલો નામની માટી દરિયાની ખાડીમાંથી લાવવામાં આવે છે. ચીકલો માટીમાં અન્ય રેતી વગેરે ઉમેરીને લોટ બનાવ્યા બાદ ચાકડા પર દીવડાઓ બનાવવામાં આવી રહ્યા છે.

સખત મહેનતથી નવી નવી પેટર્નના દીવાઓ કોડીયાં બનાવનાર કુંભાર અબ્દ્રેમાને ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર ખુશીનો તહેવાર છે અને દીવડાઓ બનાવવામાં સખત મહેનત પડે છે. રાતદિવસ ઉજાગરા કરીને સખત મહેનતથી અવનવા નવી નવી પેટર્નના દીવા બનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે અવનવા આકર્ષક દીવડાઓ બનાવવામાં આવ્યા છે. ઝૂંપડા ભૂંગાના આકારના, નાળિયેરના આકારના, લટકતાં દીવાઓ, લક્ષ્મી માતાજીના દીવડાઓ, ઓમ અને સાથીયાના દીવડાઓ વગેરે જેવા દીવડાઓ બનાવવામાં આવ્યા છે.

લોકોએ ઓર્ડર આપ્યાંલોકો દર વર્ષે નવી નવી પેટર્નના દીવા લેવાનું પસંદ કરતા હોય છે. અમુક લોકો કુંભારને સામેથી નવા નવા આકારના દીવા બનાવવા માટે પણ કહે છે. અમુક જે સામાન્ય પ્રકારના દીવાઓ હોય છે તે રાજસ્થાનથી પણ આવે છે. આજે લોકો સસ્તાં ભાવના દીવા લેવાનું પસંદ કરે છે. મોંઘી વસ્તુ લેવા વાળા લોકો ખૂબ ઓછા છે. અમારા દ્વારા અપીલ કરવામાં આવે છે કે સારી ગુણવતાવાળી વસ્તુ લો અને ઘરની શોભા વધે અને દિવાળીનો તહેવાર તો વર્ષમાં એક વખત જ આવે છે. આ વર્ષે સાદા દીવા નંગદીઠ 5 થી 6 રૂપિયાનો ( Price of Lamps made of clay ) વેચાણ ભાવ ચાલે છે. બાકીના દીવા 40 થી 60 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે કારણ કે તેમાં કટિંગની તેમજ અવનવી ડીઝાઇન કરવાની મહેનત હોય છે.

વડોદરામાં પણ દીપોત્સવી પર્વ માટે (Dipotsavi Festival 2022 ) કુંભારો દ્વારા માટીના દીવાઓ અને તોરણો બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક માટીમાંથી બનતા વિવિધ પ્રકારના રંગબેરંગી સ્વદેશી કોડીયાની લોકોમાં ભારે ( Demand raise for Lamps made of clay Vadodara) માંગ છે. જેથી માંગને પહોંચી વળવું ઉત્પાદકો માટે મુશ્કેલ બની રહ્યું છે. નવરાત્રી અને પૂનમ સુધી વરસેલા વરસાદને પગલે કોડીયા સૂકાયા નથી જેથી માંગને પહોંચી વળવું કારીગરો માટે મુશ્કેલ બન્યું છે.

માટી કલાને જીવંત રાખવાનો પ્રયાસ વડોદરામાં 9 સ્થળો પર કુંભારવાડા હતાં તેની જગ્યાએ હવે પેઢીઓ બદલાતા લોકો આ વ્યવસાયથી દૂર જઈ રહ્યા છે. હવે એકમાત્ર ફતેપુરામાં આવેલા કુંભારવાસ ના કુંભારો માટી કલાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાલુ વર્ષે માગ વધુ હોવાથી દરરોજના 500 થી 600 જેટલા કોડીયાં બનાવી રહ્યા છે. કોડીયા બનાવવા માટે ખાસ મોરબી અને ભાવનગરની માટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાં એક કોડિયાનો ભાવ 70 પૈસાથી લઈને દોઢ રૂપિયા ( Price of Lamps made of clay ) જેટલો છે.

સ્વદેશી કોડીયા સહિતની વસ્તુઓની માંગ વધીવડોદરા સિવાય શહેરની આસપાસ આવેલા ભરૂચ, અંકલેશ્વર,નવસારી, સુરત, વગેરે તમામ નાના-મોટા ગામોમાં વડોદરામાં બનેલા કોડીયા જાય છે. હવે આપણા દેશના ચાઈના સાથેના બગડેલા સંબંધ ને લઈને ચાઈનીઝ પ્રોડક્ટથી લોકો દૂર ભાગી રહ્યા છે અને સ્વદેશી ટકાઉ ચીજવસ્તુઓ પસંદ કરી ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરી રહ્યા છે. જેને લઈને બજારમાં સ્વદેશી કોડીયા સહિતની વસ્તુઓની માંગ વધી છે.

પરંપરા પ્રમાણે જ માટીના દીવા લોકોની પહેલી પસંદ કુંભારોનું કહેવું છે કે ભલે ગમે તેટલા કલરફુલ લાઇટિંગની સિરીઝો આવે પરંતુ આ દીવડાઓની જગ્યા કોઈ લઈ શકશે નહીં. જે પરંપરા છે એ પરંપરા પ્રમાણે જ માટીના દીવા લોકોની પહેલી પસંદ છે. વિદેશી વસ્તુઓના બદલે પોતાના શહેર અને ગામમાં બનતી વસ્તુઓને અપનાવી જોઈએ, જેથી કરીને દિવાળીમાં આપણા ઘરની સાથે સાથે કુંભારના ઘરે પણ દીવા પ્રગટે અને ઉજાસ ફેલાય. જોકે તમામ વાતોની વચ્ચે કોરોના મહામારીના બે વર્ષ પછી માટીની બનાવટોની ભારે માંગ થઈ રહી છે જેને લઈને કુંભારોમાં ખુશી જરૂર છે.બીજી તરફ સ્વદેશી કોડીયાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને વેપારીઓમાં પણ ખુશી જરૂર છે. માટીના કોડીયાની કિંમતોમાં વધારો થયો હોવા છતાં પણ શહેરીજનોની પહેલી પસંદી સ્વદેશી કોડીયાની છે જેથી વેપારી વર્ગમાં ખુશી છે.

ABOUT THE AUTHOR

...view details