ગુજરાત

gujarat

By

Published : Jul 7, 2021, 2:32 PM IST

ETV Bharat / city

દિલ્હીની યુવતી પર વડોદરામાં Rape case accused ઝડપાઈ ગયો

ફિલ્મ તેમજ સિરિયલમાં કામ અપાવવાના બહાને દિલ્હીની યુવતી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં શહેર પોલીસે દસમું ધોરણ ભણેલા બોગસ ફિલ્મ ડાયરેકટરને ઝડપી પાડ્યો છે. ટ્રાન્સપોર્ટ ઓફિસમાં મજૂરી કામ કરતો આ શખ્સ યુવતીઓને કેવી રીતે બનાવતો પોતાની હવસનો શિકાર જોઈએ આ રિપોર્ટમાં.

દિલ્હીની યુવતી પર વડોદરામાં Rape case accused ઝડપાઈ ગયો
દિલ્હીની યુવતી પર વડોદરામાં Rape case accused ઝડપાઈ ગયો

  • દિલ્હીની યુવતી પર દુષ્કર્મનો મામલો
  • 10મું નાપાસ બોગસ ફિલ્મ ડાયરેકટર ઝડપાયો
  • રાવપુરા પોલીસે ઝડપી પાડ્યો
  • ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતો હતો



    વડોદરા: ફિલ્મી સિતારાઓની ચકાચોંધ જિંદગીને જોઈ અંજાઈ જતી આજની યુવા પેઢી માટે દાખલારૂપ એક કિસ્સો હાલ શહેરમાં ચર્ચા નો વિષય બન્યો છે. ગત તારીખ 3ના રોજ દિલ્હીની એક યુવતીએ રાવપુરા પોલીસમથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત 2020 ના જાન્યુઆરી મહિનામાં ડાયરેક્ટર રાજનીશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર સંપર્ક કર્યો હતો. જેના બાદ યુવતીનો ફિલ્મ ડાયરેકટર સાથે સંપર્ક થયો હતો. રાજ ઉર્ફ રજનીશ મિશ્રા નામના ફિલ્મ ડાયરેક્ટરે યુવતીને વડોદરા આવવાની ઓફર કરી હતી. પોર્ટફોલિયો બનાવવા માટે યુવતીએ તેની પાસે 13 હજાર રૂપિયા જમા કરાવ્યાં હતાં.ત્યાર બાદ રાજ મિશ્રાએ યુવતીને દાંડિયા બજાર વિસ્તારની રાજધાની હોટલમાં બોલાવી હતી. જ્યા તેને યુવતી પાસેથી બીજા 52 હજાર રૂપિયાની માગણી કરી હતી, તેમાંથી રૂપિયા 25000 રાજ મિશ્રાને આપ્યા હતાં.

    આ પણ વાંચોઃ Rape case: વડોદરામાં મોડેલ બનાવવાની લાલચ આપી યુવતી પર હોટલમાં દુષ્કર્મ


    રાજ(રજનીશ) મિશ્રાએ યુવતીને મોડેલિંગ માટે નગ્ન ફોટાની જરૂર હોવાનું કહ્યું હતું. બાદમાં જરૂરિયાત સમજીને યુવતીએ ફોટા પડાવ્યાં હતાં. ત્યારે રજનીશ મિશ્રાએ જબરજસ્તીથી શરીર સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ તેઓ યુવતીને ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતાં. યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરી કે, દિલ્હી ગયા બાદ પણ રાજ મિશ્રાએ મારો પીછો છોડ્યો નહીં અને અવારનવાર આકાંક્ષા વર્મા અને હંસિકા ત્રિપાઠીએ ફોન કરી મારી પાસે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી અને જો તે રકમ નહીં આપે તો તારા નગ્ન ફોટા વાઇરલ કરી દઈશું તેવી ધમકી આપતો હતો.

    મહત્વનું છે કે આરોપી રજનીશ મિશ્રાને ઝડપી લેવા પોલીસે એક ટીમ યુપી રવાના કરી હતી. દરમિયાન બળાત્કારી રજનીશ વડોદરાના સિયાપુરા વિસ્તારમાં પોતાના ભાઈના ઘરે છૂપાયો હોવાની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસેના હાથે ઝડપાયેલો રાજ ઉર્ફે રજનીશ મિશ્રા ધોરણ દસ પાસ છે. વડોદરામાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાં મજૂરી કામ કરતો હતો પરંતુ તેની હરકતોના કારણે બેરોજગાર થયો હતો.

આ પણ વાંચોઃ મહેસાણામાં અનુસુચિત જાતિની સગીરા પર લગ્નની લાલચ આપીને આચર્યું સામુહિક દુષ્કર્મ


રજનીશ મિશ્રાએ અત્યાર સુધી છ થી વધુ યુવતીઓના નામના બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવ્યાં છે. તેમજ દસથી વધુ વોટ્સએપ નમ્બર ધરાવે છે. ત્યારે રજનીશે અત્યાર સુધી કેટલી યુવતીઓને પોતાનો શિકાર બનાવી છે ? તેમજ તેની સાથે અન્ય કોણ સામેલ છે તે તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.


ABOUT THE AUTHOR

...view details