ગુજરાત

gujarat

ETV Bharat / city

ડભોઇમાં નાયબ મુખ્ય પ્રધાને કર્યું ધ્વજવંદન, કલેક્ટર અને SP રહ્યા હાજર - ડભોઇમાં નાયબ મુખ્ય પ્રધાને કર્યું ધ્વજવંદન

વડોદરાના ડભોઈ ખાતે 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ધ્વજવંદન કર્યું હતું. આ કાર્યક્રમમાં નીતિન પટેલની સાથે જિલ્લા કલેક્ટર અને SP પણ હાજર રહ્યા હતા.

ETV BHARAT
ડભોઇમાં નાયબ મુખ્ય પ્રધાને કર્યું ધ્વજવંદન

By

Published : Jan 26, 2020, 7:26 PM IST

વડોદરા: જિલ્લાના ડભોઈ ખાતે 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે જિલ્લાના કલેક્ટર, SP, ડભોઇના ધારાસભ્ય તથા છોટાઉદેપુર અને નર્મદાના સાંસદ પણ હાજર રહ્યા હતા.

ડભોઇમાં નાયબ મુખ્ય પ્રધાને કર્યું ધ્વજવંદન

ધ્વજવંદન બાદ નીતિન પટેલે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન જીલ્યું હતું. ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન સમક્ષ વિવિધ યોજનાઓના ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 'બેટી બચાઓ બેટી પઢાઓ', 'ટ્રાફિક જાગૃતિ', 'સ્વચ્છ ભારત અભિયાન', '108 એમ્બ્યુલન્સ', 'ખેડૂતો માટેની યોજના', અને પશુપાલકો માટેની યોજનાના ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details