- વડોદરા શહેર કોંગ્રેસે કાલાઘોડા ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ
- પ્રદેશ મહામંત્રી,પ્રમુખ,કાઉન્સિલરો સહિત કાર્યકરો જોડાયા
- બીજા તબક્કામાં વલખા મારતું તંત્ર ત્રીજા તબક્કાની પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય આયોજન કરે : કોંગ્રેસ
વડોદરાઃસમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત, કાઉન્સિલરો સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સરકાર કોરોનાની મહામારીમાં દર્દીઓને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા કોંગ્રેસે પોસ્ટરો સાથે દેખાવો કરી લોકોને સુવિધા આપવા કરી માગ આ પણ વાંચોઃસુરતમાં લાગવગથી વેક્સિન અપાતી હોવાનો આરોપ, ટોળા વિખેરવા પોલીસ દ્વારા લાઠિચાર્જ
પોલિયોનું રસીકરણ ઘરે ઘરે કરવાથી ભારત બન્યુ પોલિયો મુક્ત
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી લોકો કોરોનાથી પીડાય છે, ત્યારે સરકારની વિશેષ જવાબદારી બને કે એક વર્ષનો સમયગાળો હતો, તો ઓક્સિજનથી માંડી વેન્ટિલેટર, બેડ તેમજ રેમડેસીવીર ઈન્જેક્શન સહિત સમયસર વેક્સિનેશન કરાવવું. જ્યારે કોંગ્રેસનું શાસન હતું, ત્યારે પોલિયોનું રસીકરણ ઘરે ઘરે કરવામાં આવ્યું છે, તેનાથી ભારતને પોલિયો મુક્ત બન્યું છે.
વડોદરા કોંગ્રેસે પોસ્ટરો સાથે દેખાવો કરી લોકોને સુવિધા આપવા કરી માગ સરકાર પક્ષ ધર્મ નિભાવી રહી હોવાના આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે કર્યા હતા
કોરોના મુક્ત ભારત દેશ કરાવવો હોય તો લોકોના ઘરે ઘરે રસીકરણ કરાવવું જોઈએ. પરંતુ રજીસ્ટ્રેશન કરીને એમાંય રાજનીતિ કરવાની, સામાન્ય માણસોને રજીસ્ટ્રેશન કરતા ના ફાવે, 18થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓ રજીસ્ટ્રેશન ના કરી શકે, એટલે દરેક વસ્તુમાં રાજકીય મોડ આપવાની જગ્યાએ અત્યારે માનવધર્મ નિભાવવાની સરકારની જવાબદારી બને છે. રાજધર્મની જવાબદારી બને છે. પરંતુ સરકાર પક્ષ ધર્મ નિભાવી રહી હોવાના આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે કર્યા હતા.
વડોદરા કોંગ્રેસે પોસ્ટરો સાથે દેખાવો કરી લોકોને સુવિધા આપવા કરી માગ 500થી વધારે મોત ખાલી વડોદરામાં થાય છે
પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, મેડિકલ સુવિધા ભાંગી પડી છે. આજે સત્તાવાર રીતે પહેલીવાર 1 હજારથી ઉપરનો આંકડો અને 250 મૃત્યુ સરકાર બતાવી રહી છે. જો કે, 500થી વધારે મોત ખાલી વડોદરામાં થાય છે. તેનું કારણ શું છે, ઓક્સિજનની સુવિધા નથી, ICU રૂમ નથી. વેન્ટિલેટરની સુવિધા નથી.
વડોદરા કોંગ્રેસે પોસ્ટરો સાથે દેખાવો કરી લોકોને સુવિધા આપવા કરી માગ આ પણ વાંચોઃબનાસકાંઠાના સરકારી સિનિયર તબીબોએ વિવિધ માગ અંગે સરકારને આપ્યુ આવેદન
વડોદરા શહેરની 300 હોસ્પિટલ્સમાં 5,000 દર્દી માટે રેમડેસીવીર માગે ત્યારે માંડ 100 જણાને ઈન્જેક્શનો અપાય છે
વડોદરા શહેરની 300 હોસ્પિટલ્સમાં 5,000 દર્દી માટે રેમડેસીવીર માગે ત્યારે માંડ 100 જણાને ઈન્જેક્શનો અપાય છે. એનો મતલબ 4,999 વ્યક્તિઓને ઈન્જેકશન નથી મળતા. તેઓ આવતા આઠવાડિયાની અંદર જોખમમાં મુકાશે. સરકારના અણગઢ વહીવટના કારણે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓમાં અભાવ થવાના કારણે દર્દીઓ મૃત્યુ પામશે. જેથી કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક દેખાવો કરી લોકોને સુવિધા પૂરી પાડી મરતા બચાવો એવી માગણી સરકાર પાસે કરી છે તેમ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું.
વડોદરા કોંગ્રેસે પોસ્ટરો સાથે દેખાવો કરી લોકોને સુવિધા આપવા કરી માગ