વડોદરા: સમાં ગામ તળાવ પાસે ઈન્દિરા આવસના 400 મકાનો તોડી ત્યાં કરોડો રૂપિયાના ખર્ચે ભારતનો ઝંડો ફરકાવવા સ્પોર્ટ બનાવમાં આવ્યું હતું. સાથે જ અહીં સ્થાનિકો માટે બાગ બગીચાનું પણ આયોજન કરવામાં આવવાનું હતું. જોકે, છેલ્લા કેટલાય સમયથી અહીં ન તો ઝંડો ફરકે છે, કે ના તો બાગ બગીચો બનાવામાં આવ્યો છે. જેને લઈને સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ પણ કરાયો છે.
વડોદરામાં ઈન્દિરા આવાસ યોજના તોડી ધ્વજ ફરકાવવા ગ્રાઉન્ડ બનાવ્યું પણ...
વડોદરાના સમાં ગામ તળાવ પાસે આવેલી ઈન્દિરા આવાસ યોજના તોડીને ધ્વજ ફરકાવવા માટે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જોકે અહીં ઝંડો પણ ફરકતો નથી અને સ્થાનિકો માટે બાગ બગીચો પણ બન્યો નથી. જેથી સામાજિક કાર્યકર દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો છે.
ધ્વજ ફરકાવવા ગ્રાઉન્ડ બનાવ્યું
આ અંગે સામાજિક કાર્યકર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો 15 દિવસમાં અહીં સાફ-સફાઈ નહીં કરવામાં આવે તો ઈન્દિરા નગરમાં રહેતા જૂના રહેવાસીઓને લઈને રહેવા આવી જશે અને સમગ્ર ઘટનાની જવાબદારી કોર્પોરેશનની રહેશે.