ગુજરાત

gujarat

આંગણવાડીની બહેનોનું આંદોલન, રાજકીય કાર્યક્રમમાં હાજર ન રહે તો દંડિત

By

Published : Sep 14, 2022, 11:53 AM IST

વડોદરા શહેર અને ગ્રામ્યની આંગણવાડીની બહેનોએ પણ આંદોલનનું (Anganwadi Sisters Movement in Vadodara) શસ્ત્ર ઉગામ્યું છે. વડોદરાની બહેનોએ કેટલીક પડતર માંગણીઓને લઈને આંદોલનની શરૂઆત કરી છે. તો બીજી તરફ કેટલાક ચોકાવનારા રહસ્ય પણ બહાર આવ્યા છે.

આંગણવાડીની બહેનોનું આંદોલન, રાજકીય કાર્યક્રમમાં હાજર ન રહે તો દંડિત
આંગણવાડીની બહેનોનું આંદોલન, રાજકીય કાર્યક્રમમાં હાજર ન રહે તો દંડિત

વડોદરા થોડા દિવસ પહેલા સુરત કલેક્ટર કચેરીએ ST બસના કર્મચારીઓ, આશા વર્કર અને આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જ્યાં તેમના પડતર પ્રશ્નોની માંગણીને લઈને થાળી વગાડી સરકારનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે હવે વડોદરા શહેર બાદ વડોદરા ગ્રામ્યની (Anganwadi Sisters Movement in Vadodara) આંગણવાડીની બહેનોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. માનદ વેતનના સ્થાને સરકારી ધારાધોરણ મુજબ પગાર, સરકારી લાભો તેમજ અન્ય પડતર માંગણીઓને લઈને ગ્રામ્યની આ બહેનો દ્વારા સોમવારથી આંદોલનની શરૂઆત કરી છે.(Anganwadi Sisters Demand)

આંગણવાડીની બહેનોનું આંદોલન, રાજકીય કાર્યક્રમમાં હાજર ન રહે તો દંડિત

અનાજ સડેલું આપવામાં આવે છે મળતી માહિતી મુજબ આંગણવાડીની આ બહેનોએ આંદોલન અંતર્ગત એવા એવા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે, જે સાંભળી આપ પણ દંગ રહી જશો. આંગણવાડીમાં બાળકોને જે નાસ્તો અને ભોજન પીરસવામાં આવે છે. તે બનાવવા માટેનું અનાજ સડેલું અને જીવાત વાળુંઆપવામાં આવે છે. આંગણવાડીની બહેનોની સમસ્યા અહીં જ પૂર્ણ થતી નથી. જ્યારે વડોદરા શહેર કે જિલ્લામાં કોઈપણ રાજકીય કાર્યક્રમ યોજાય છે, ત્યારે સંખ્યા બતાવવા આ બહેનોને સાદા કપડામાં ઉપસ્થિત રહેવા ફરજ પાડવામાં આવે છે.

આંદોલનમાં ફાટા આ ઉપરાંત જો રાજકીય કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો હાજર ન રહે તો તેઓને નોટિસો ફટકારી દંડિત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની આંગણવાડીની બહેનોનું આંદોલન તેના પરિણામ સુધી પહોંચે તે પહેલા જ તેમાં અનેક ફાટા પડી ગયા છે. આંગણવાડીની બહેનોને નોટિસો મળતા જ કેટલીક બહેનોએ આંદોલન છોડી પોતાની ફરજ સ્વીકારી લીધી હતી. હવે જોવાનું એ છે કે આંગણવાડીની આ બહેનોનું આંદોલન ક્યાં જઈને અટકે છે. Anganwadi workers protest in Vadodara

ABOUT THE AUTHOR

...view details