વડોદરાએમજી વડોદરા મેરેથોન 2023 ( MG Vadodara Marathon 2023 ) કાર્યક્રમનો લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન કાર્યક્રમના લોન્ચિંગ કાર્યક્રમમાં એમજી નર્ચર ઓબ્ઝર્વરશીપ પ્રોગ્રામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા નવરાત્રી 2022 અંતિમ દિવસોમાં ગરબા રમવાના સમયમાં વધારો ( Demand to increase Garba playing time in Navratri ) કરવામાં આવે તે માટે હર્ષ સંઘવી સમક્ષ માગણી ( Vadodara MLA Yogesh Patel request to Harsh Sanghvi ) કરી હતી. જોકે હર્ષ સંઘવીએ મંચ પરથી આ બાબતે કોઇ પ્રતિક્રિયા દાખવી ન હતી.
ખેલૈયાઓની નારાજગીને લઇ રજૂઆતનવરાત્રી ( Navratri 2022 ) ને હવે ગણતરીના દિવસો બાકી છે. ઠેરઠેર આયોજકો દ્વારા ગરબાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે નવરાત્રી ( Navratri 2022 ) માં સરકારની ગાઈડલાઈન પ્રમાણે રાત્રે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવામાં આવતા હોય છે. જેને લઈને ખૈલેયાઓમાં નારાજગી જોવા મળતી હોય છે. આ બાબતોને ધ્યાન રાખી કેટલાક આયોજકો દ્વારા વડોદરાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખી આજે માંજલપુરના ધારાસભ્ય દ્વારા ગૃહપ્રધાન હર્ષ સંઘવી ( Vadodara MLA Yogesh Patel request to Harsh Sanghvi ) ને આ અંગે રજૂઆત ( Demand to increase Garba playing time in Navratri ) કરવામાં આવી હતી.