ગુજરાત

gujarat

ETV Bharat / city

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વીડિયો દ્વારા હરિપ્રસાદસ્વામીને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવ્યો - Tribute to Hariprasad Swami

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી બહ્મલીન થયા છે, તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સોખડાના સ્વામીનારાયણ મંદિરમાં રાખવામાં આવ્યો છે. લાખો હરિભક્તો તેમના અંતિમ દર્શને આવી રહ્યા છે. ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વીડિયો સંદેશ દ્વારા સ્વામીજીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

સીએમ અરવિંદ કેજરીવાલ
સીએમ અરવિંદ કેજરીવાલ

By

Published : Jul 30, 2021, 2:41 PM IST

  • આમ આદમી પાર્ટીની ટીમે સ્વામીજીના અંતિમ દર્શન કર્યા
  • સીએમ અરવિંદ કેજરીવાલનો વીડિયો સંદેશ પાઠવ્યો
  • કેજરીવાલ અને મનીશ સિસોદિયા રૂબરૂ આવી શક્યા નથી

અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ અગ્રણી મહેશ સવાણી સહિત વડોદરા શહેર અને જિલ્લાની ટીમ સાથે હરિધામ સોખડા ખાતે બ્રહ્મલીન હરિપ્રસાદસ્વામીના અંતિમ દર્શન કર્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો.

આમ આદમી પાર્ટીની ટીમે સ્વામીજીના અંતિમ દર્શન કર્યા

આમ આદમી પાર્ટીની ટીમ સોખડામાં

ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી આવી શક્યા નથી, તેમજ નાયબ મુખ્યપ્રધાન મનીષ સીસોદીયાના સગાભાઈનું બે દિવસ પહેલા જ નિધન થયું હોવાથી પરિવાર શોકમગ્ન હોય માટે હરિપ્રસાદસ્વામીના અંતિમ દર્શને આવી શક્યા નથી. જોકે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા મોકલાવેલા શોક સંદેશ અને શ્રદ્ધાંજલિનો વિડીયો પણ "હરિધામ સોખડા" સંસ્થા સમક્ષ રજૂ કર્યો હતો અને અરવિંદ કેજરીવાલની શોક લાગણી પહોંચાડી હતી.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ

કેજરીવાલનો શોક સંદેશ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વીડિયો સંદેશમાં જય સ્વામીનારાયણથી શરૂઆત કરી છે. હરિપ્રસાદ સ્વામી અંતરધ્યાન થયા છે તેમના આત્માને સ્વામીનારાયણના ચરણોમાં સ્થાન મળે તેવી પ્રાર્થના કરું છું. યોગી ડિવાઈન સોસાયટીની રાહબરી હેઠલ સ્વામીજીએ નશા મુક્તિ, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં ખૂબ મોટું કામ કર્યું છે. સ્વામીજી આપણી વચ્ચે નથી, પણ તેમનો દિવ્ય આત્મા આપણને રાહ બતાવશે. જય સ્વામીનારાયણ સાથે તેમણે તેમનો શોક સંદેશ પૂર્ણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details