ગુજરાત

gujarat

ETV Bharat / city

VMCના આરોગ્ય તંત્ર દ્વારા આંકડાની માયાજાળ, છેલ્લા 7 દિવસમાં 161 મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા - vadodara corona update

વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 160થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. જો કે, છેલ્લા સાત દિવસમાં સરકારી ચોપડે માત્ર 5 દર્દીઓના મોત થયા છે. વીતેલા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા 11થી વધુના મોત થયા હતા.

VMC
VMC

By

Published : Apr 2, 2021, 4:32 PM IST

Updated : Apr 2, 2021, 7:27 PM IST

  • 24 કલાકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 11ના મોત
  • શંકાસ્પદ કોરોનાના દર્દીઓની પણ કોવિડ નીતિ નિયમ પ્રમાણે જ અંતિમક્રિયા
  • કોંગ્રેસ સમિતિના અગ્રણી અશ્વિન સોલંકીનું કોરોનાના કારણે મૃત્યુ

વડોદરા: શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં દિવસોથી કોરોનામાં સારવાર દરમિયાન દર્દીઓના મોત થઈ રહ્યા છે. શહેરના સ્મશાન ગૃહોમાં કોવિડ ગાઈડલાઈન મુજબ 160 જેટલા દર્દીઓની અંતિમક્રિયા કરવામાં આવી છે.પરંતુ પાલિકાના ચોપડે નોંધાયેલ મૃત્યુઆંક અને સ્મશાનગૃહોમાં કોવિડ દર્દીઓની કરાયેલી અંતિમક્રિયાનો આંક આશ્ચર્ય ચકિત કરે તેમ છે. શંકાસ્પદ કોરોનાના દર્દીઓની પણ કોવિડ નીતિ નિયમ પ્રમાણે જ અંતિમક્રિયા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્યમાં પાછલા 56 દિવસથી કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી

વિસ્તાર અનુસાર મૃતકોની સંખ્યા..

છેલ્લા 24 કલાકમાં શહેરના સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા 11થી વધુ દર્દીઓના મોત થયા છે. જેમાં છાણી વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલા, સુભાનપુરાના 85 વર્ષીય વૃદ્ધા, જલારામનગરના 76 વર્ષીય વૃદ્ધ, તરસાલી વિસ્તારના 64 વર્ષીય આધેડ, માંજલપુર વિસ્તારના 82 વર્ષીય મહિલા, દંતેશ્વર વિસ્તારના 58 વર્ષીય મહિલા, વાઘોડિયાની 58 વર્ષીય મહિલા તેમજ બાજવા ખાતે રહેતા 53 વર્ષીય મહિલા, કંડારી ખાતે રહેતા 54 વર્ષીય પુરુષ, ડભોઈના 63 વર્ષીય આધેડ અને બોડેલીના 51 વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો:કોંગ્રેસે AMC પર કર્યો આક્ષેપ, કહ્યું- કોરોના મૃત્યુઆંક છુપાવવામાં આવે છે

કોંગ્રેસ અગ્રણી અશ્વિન સોલંકીનું મંગળવારે નિધન થયું

વડોદરા મહાનગરપાલિકાના કોવિડ બુલેટિનમાં મૃત્યુઆંક એક દર્શાવવામાં આવ્યો છે. બુધવારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણી અશ્વિન સોલંકીનું કોરોના સારવાર દરમિયાન મોત થયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ અગ્રણી અશ્વિન સોલંકીનું મંગળવારે અવસાન થતા તેમના પરિવારજનો અને શહેર કોંગ્રેસમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

Last Updated : Apr 2, 2021, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details