ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાની યુવતીનો મૃતદેહ નર્મદામાં મળ્યો, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા - તિલકવાડા પોલીસ સ્ટેશન

વડોદરાની 20 વર્ષીય યુવતીનો હત્યા (Murder of Vadodara Woman) કરાયેલી હાલતમાં મૃતદેહ નર્મદા જિલ્લામાંથી મળતા (Dead body of Vadodara Woman) ચકચાર મચી છે. હાલમાં જ ધોરણ 12ની પરીક્ષા આપનારી આ યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વડોદરાની યુવતીનો મૃતદેહ નર્મદામાં મળ્યો, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા
વડોદરાની યુવતીનો મૃતદેહ નર્મદામાં મળ્યો, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા

By

Published : Apr 19, 2022, 12:55 PM IST

વડોદરાઃ શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતીનો મૃતદેહ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની (Tilakwada Police Station) હદમાં એક ખેતરમાંથી મળ્યો હતો. થોડા સમય પહેલા ધોરણ 12ની પરીક્ષા આપનારી આ યુવતીનો મૃતદેહ (Dead body of Vadodara Woman) રહસ્યમય સંજોગોમાં મળતા ચકચાર મચી છે.

પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા

મોડી રાત સુધી ઘરે નહતી આવી યુવતી-આ અંગે મળતી માહિતી અનુસાર, વડોદરાના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે બળિયાદેવ મંદિર સામે આવેલા ખેતરમાં મૃતક મીરાં નિલેશભાઈ સોલંકી માતાપિતા સાથે રહેતી હતી. 2 દિવસ પહેલા તે ઘરેથી નીકળી ગઈ હતી. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન આવતા યુવતીના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં (Manjalpur Police Station ) મીરાં ગુમ થઈ ગયાની અરજી આપી હતી. બીજી તરફ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની (Tilakwada Police Station) હદમાં આવેલા ખેતરમાંથી મીરાંનો મૃતદેહ (Dead body of Vadodara Woman) મળ્યો હતો.

વડોદરાની યુવતીનો મૃતદેહ નર્મદામાં મળ્યો

આ પણ વાંચો-Crime in Banaskatha: ખારી પાલડીના ગુમશુદા યુવકનો ભુતેડી પાસેથી દાટી દેવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર

મૃતકનો ફોટો સોશિયલ મીડિયા પર ફરતો હતો -બીજી તરફ સોશિયલ મીડિયા પર મૃતક મીરાનો ફોટો ફરતો થયો હતો. આ ફોટો મૃતક મીરાંના પરિવારજનો અને માંજલપુર વિસ્તારના પૂર્વ કૉંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીને જોવા મળ્યા હતા. તો તેમણે તિલકવાડા પહોંચી મૃતદેહની (Dead body of Vadodara Woman) ઓળખ કરી હતી. ત્યારબાદ તેના પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા પોલીસે (Tilakwada Police Station) કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સુવિધા યોગ્ય ન હોવાના કારણે અને પોસ્ટમોર્ટમ કરવાનું હોવાથી મીરાંનો મૃતદેહ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. તો તિલકવાડા પોલીસે (Tilakwada Police Station) અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-Murder in Kalol: કલોલમાં 'તું મારી નહીં તો કોઈની નહીં' કહી પૂર્વ પતિએ પૂર્વ પત્નીની જાહેરમાં હત્યા કરી

ગળું દબાવીને હત્યા થઈ હોવાની પ્રાથમિક તપાસમાં આવ્યું બહાર - પોલીસની પ્રાથમિક તપાસમાં મીરાંની હત્યા ગળું દબાવીને તેમ જ ડામ આપીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મીરાંની હત્યા (Murder of Vadodara Woman) કઈ રીતે કરવામાં આવી છે. તે ચોક્કસ કારણ બહાર આવશે. ખેડૂત દીકરી મીરાની હત્યાના બનાવે માજલપુર વિસ્તારમાં સનસનાટી મચાવી મૂકી છે. નોધનીય છે કે, થોડા દિવસ પહેલા એક તરફી પ્રેમમાં પાગલ યુવાને વડોદરા નજીક ક્રૂર હત્યા કરી હતી. આ બનાવ હજી લોકોના માનસ પરથી દૂર થયો નથી. ત્યાં વધુ એક યુવતી પ્રેમ પ્રકરણનો ભોગ બની છે.

મૃતક મીરાં સોલંકી પરિવારની એકની એક દીકરી હતી -તેણે તાજેતરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી હતી. જોકે, મોડી રાત સુધી મીરાં ઘરે ન આવતા તેના પિતાએ પોલીસમાં અરજી કરી હતી. બીજી તરફ મીરાંએ તેની પિતરાઈ બેનને વોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે, હું સંદીપ સાથે છું. ચિંતા ન કરતા. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઈશ. અત્રે ઉલ્લેખનીય છે કે, તિલકવાડા પોલીસે (Tilakwada Police Station) વડોદરાની મીરાં સોલંકીની હત્યાનો (Murder of Vadodara Woman) ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસને મીરા પાસેનો મોબાઈલ મળ્યો ન હોવાથી પોલીસે ગુમ થયેલા ફોનની પણ તપાસ શરૂ કરી છે. આ સાથે વડોદરા માજલપુર પોલીસે (Manjalpur Police Station) પણ મીરા સોલંકી હત્યા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details