ગુજરાત

gujarat

ETV Bharat / city

રહસ્યમય રીતે તરસાલી ચોકડી પાસે મૃતદેહ મળી આવતા, પરિજનની ન્યાયિક તપાસની માંગ

વડોદરા શહેરના તરસાલી ચોકડી પાસે આવેલા લેન્ડ ફિલ્ડ સાઈટ પર ગતરોજ રહસ્યમય રીતે 38 વર્ષીય દિલીપ કુશવાહાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે આ મૃતદેહને SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. પરિજનો ન્યાયિક તપાસની માંગ અને પોલીસકર્મીઓ સામે આક્ષેપો કરી રહ્યા હતા. જ્યાં સુધી ન્યાયિક તાપસ નહિ થયા ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ એવું પરિજનોનું કહેવું હતું. Land field site near Tarsali Chowk Vadodara, Dead body found near Tarsali Chowk Vadodara,Family Demand Judicial Inquiry

રહસ્યમય રીતે તરસાલી ચોકડી પાસે મૃતદેહ મળી આવતા, પરિજનની ન્યાયિક તપાસની માંગ
રહસ્યમય રીતે તરસાલી ચોકડી પાસે મૃતદેહ મળી આવતા, પરિજનની ન્યાયિક તપાસની માંગ

By

Published : Sep 5, 2022, 10:23 PM IST

વડોદરાશહેરના તરસાલી ચોકડી પાસે આવેલી લેન્ડ ફિલ્ડ સાઇટ (Land field site near Tarsali Chowk Vadodara ) નજીકથી ગતરોજ 38 વર્ષીય દિલીપ કુશવાહાનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો (Dead body found near Tarsali Chowk Vadodara) હતો. જેનું આજે SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ (SSG Hospital Post mortem ) હાથ ધરવામાં આવી રહ્યું છે. પરિજનો દ્વારા પોલીસ સામે અનેક આક્ષેપો કર્યા છે. તો બીજી તરફ પરિજનો દ્વારા મૃતદેહ સ્વીકારમાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.

વડોદરા શહેરના તરસાલી ચોકડી પાસે આવેલા લેન્ડ ફિલ્ડ સાઈટ પર ગતરોજ રહસ્યમય રીતે 38 વર્ષીય દિલીપ કુશવાહાનો મૃતદેહ મળી આવ્યો હતો.

ન્યાયિક તપાસની ખાતરી દિલીપ કુશવાહાના પરિવારજનો હાલ SSG હોસ્પિટલમાં હાજર છે. પરિજનો દ્વારા જ્યાં સુધી ન્યાયિક તપાસની ખાતરી આપવામાં નહી આવે, ત્યાં સુધી દિલીપકુમારનો પરિવાર તેમનો મૃતદેહનો સ્વીકાર નહીં કરે. અત્યારે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારી નહી આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં નહી આવે. જે દિશામાં તપાસ થવી જોઇએ તે થઈ રહી નથી.

પોલીસ તપાસ બાદ શુંઅમારા લોકોને પોલીસે પકડી લીધા છે. બે દિવસથી પકડી લીધા છે. જે ગુનેગારો છે તે આઝાદ છે. જે નિર્દોષ છે, તેને બેસાડી દેવામાં આવ્યો છે. અમે પ્રશાસનની ન્યાય મળે તેવી આશા રાખીએ છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અને મૃતદેહ સ્વીકારીશું નહી. હાલ SSG હોસ્પિટલ પરિસરમાં મૃતક દિલીપ કુશવાહાના પત્ની, બાળકો અને સ્વજનો મોટી સંખ્યામાં હાજર છે. જ્યાં સુધી કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર (Demand Judicial Inquiry) કરી રહ્યા છે. હવે આ મામલે પોલીસ તપાસ બાદ શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

દિલીપકુમાર કંપનીમાં જવાનું કહીને નીકળ્યાતાજેતરમાં શહેરના મકરપુરા વિસ્તારમાં (Makarpura Area Vadodara) રહેતા બિંદુ દેવીએ તેમના પતિ દિલીપકુમાર કુશવાહાની ગુમ થયા અંગેની મકરપુરા પોલીસ મથકમાં (Makarpura Police Station) અરજી કરી હતી. અરજીમાં જણાવ્યા પ્રમાણે, બિન્દુ દેવી તેના પતિ દિલીપકુમાર અને તેમના સંતાનો મકરપુરા વિસ્તારમાં આવેલા ઇન્દુ યાજ્ઞિકનગરમાં રહે છે. બિંદુ દેવી ઘરકામ કરે છે. જ્યારે દિલીપકુમાર શંભુ ચરણ કુશવાહા GIDCમાં લેગ મશીનનો ધંધો (Leg machine business in GIDC) કરે છે. પરિવારમાં બે સંતાનો છે. 3 સપ્ટેમ્બરના રોજ દિલીપ કુમાર સવારે નવ વાગ્યે કંપનીમાં જવાનું કહીને નીકળ્યા હતા. જે બાદ તેમણે પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે, તું તૈયાર થઇ જા, આપણે દવાખાને જવાનું છે. જો કે આ બાદ દિલીપ કુમારનો ફોન બંધ આવતો હતો.

રહસ્યમય રીતે મૃતદેહ મળી આવ્યોરાત્રે 9 વાગ્યા સુધી તેમની કોઇ ભાળ ન મળતા પરિજનોએ પોલીસ મથકમાં ગુમ થવા બાબતની અરજી કરી હતી. ગતરોજ તરસાલી ચોકડી પાસે લેન્ડફિલ્ડ સાઇટ નજીકથી અજાણ્યા શખ્સોનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ દિલીપકુમારના પરિજનોને થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી છે. સવારે પરિજનો દ્વારા રસ્તો જામ કરવામાં આવ્યો હતો. જોકે ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરીના કારણે રસ્તા પરથી જામ દૂર કરાયો હતો. દિલીપકુમાર અને તેના પાડોશી વચ્ચે દિવાલને લઇને મગજમારી થઈ હતી. જે બાદ દિલીપકુમારનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details