- SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે હર્ષદભાઈ પટેલ
- દિકરી નિકીતાએ ચોધાર આંસુએ સાંસદને કરી વિનંતી
- સ્મશાનમાં સતત સળગતી ચિતાઓ ચિંતામાં કરે છે વધારો
વડોદરા:શહેરમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. હોસ્પિટલના પલંગ પર દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે, ત્યારે હોસ્પિટલની બહાર સગાંઓ ઉંચા જીવે એક-એક પળ વિતાવી રહ્યાં છે. ત્યારે SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં કોરોનાગ્રસ્ત પિતા માટે ચિંતાતુર દિકરીએ સાંસદ સમક્ષ હૃદય હચમચાવી નાંખે તેવી પોક મૂકીને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો:વડોદરા SSG હોસ્પિટલમાં દર્દીઓ બોલીવુડના ગીતો પર મજા માણતા નજરે પડ્યા
નિકીતાએ રડતાં-રડતાં કરી રજૂઆત
માંજલપુર વિસ્તારમાં રહેતાં હર્ષદભાઈ પટેલને ગઈ 22 એપ્રિલના રોજ SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 28 એપ્રિલે સાંસદ રંજનબહેન ભટ્ટે SSG હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે હર્ષદભાઈની દિકરી નિકીતાએ રડતાં-રડતાં પિતાને બચાવી લેવા વિનવણી કરી હતી. હોસ્પિટલમાં પડતી અગવડોને કારણે તેના પિતાનો જીવ જોખમમાં હોવાની આશંકા સાથે રજૂઆત કરતાં એક તબક્કે નિકીતાએ પોક મૂકીને કહ્યું હતું કે, ‘મારો બાપ જોઈએ છે મને…'