ગુજરાત

gujarat

ETV Bharat / city

Damaged Roads in Vadodara : વડોદરા હવે ખાડોદરા બન્યું, રસ્તા પર ઠેર ઠેર ગાબડાં જ ગાબડાં - વડોદરા મહાનગરપાલિકા

વડોદરા શહેરમાં ઠેરઠેર રસ્તાઓની હાલત ખરાબ (Damaged Roads in Vadodara ) જોવા મળી રહી છે. પાછલા દિવસોમાં ભારે વરસાદ બાદ વડોદરામાં રસ્તાઓને નુકસાન થતાં રસ્તાઓમાં પડેલા ખાડાઓએ શહેરનું નામ વડોદરાને બદલે ખાડોદરા કરી દેવા જેવો રોષ વ્યાપ્યો છે. વડોદરામાં ભારે વરસાદની અસર (Heavy Rain Effect in Vadodara) બાદ વાહન ચાલકો સહિત શહેરીજનોને રસ્તો પસાર કરવામાં સમસ્યા (Commuters Facing Problem On Road ) આવી રહી છે.

Damaged Roads in Vadodara : વડોદરા હવે ખાડોદરા બન્યું, રસ્તા પર ઠેર ઠેર ગાબડાં જ ગાબડાં
Damaged Roads in Vadodara : વડોદરા હવે ખાડોદરા બન્યું, રસ્તા પર ઠેર ઠેર ગાબડાં જ ગાબડાં

By

Published : Jul 25, 2022, 3:50 PM IST

વડોદરાઃ વડોદરામાં સતત વરસી રહેલા ભારે વરસાદ બાદ ઠેર ઠેર રસ્તામાં ગાબડાં (Damaged Roads in Vadodara )જોવા મળે છે. છે. વડોદરા હવે 'ખાડોદરા' બની ગયું છે. ઠેર ઠેર રસ્તા પર ગાબડા પડ્યા હોવાથી લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે. વડોદરામાં ચોમાસાના પ્રારંભથી જ સારો વરસાદ પડયો છે. સતત વરસી રહેલા વરસાદના (Heavy Rain Effect in Vadodara) કારણે પાલિકાની પોલ પણ હવે ખુલી ગઇ છે. ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. વડોદરાના કોઇ પણ વિસ્તારમાં જાવ ત્યાં રસ્તા પર મોટા ખાડાપડી રહ્યા છે. જેથી વાહન ચાલકોને ડિસ્કો રોડનો અનુભવ થઇ રહ્યો છે. રાહદારીઓને રસ્તો પસાર કરવામાં સમસ્યા સામનો કરવો (Commuters Facing Problem On Road ) પડી રહ્યો છે.

રસ્તાઓમાં પડેલા ખાડાઓએ શહેરનું નામ વડોદરાને બદલે ખાડોદરા કરી દેવા જેવો રોષ વ્યાપ્યો છે

આ પણ વાંચોઃ લાકડાના પુલ પરથી પસાર થતી જિંદગી, અર્વાચીન યુગમાં રહેતા લોકોનું દર્દ

રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે - વડોદરાના સમા વિસ્તારથી છાણી વિસ્તારને જોડતા રસ્તાની હાલત ગાબડાંથી એકદમ બિસ્માર (Damaged Roads in Vadodara )થઇ ગઇ છે. આ રસ્તા પર મસમોટા ગાબડા પડી ગયા છે. રસ્તા પર પસાર થનારા વાહન ચાલકો અને રાહદારીઓને કઇ રીતે રસ્તો પસાર કરવો તેની વિમાસણ થઇ (Commuters Facing Problem On Road ) રહી છે. શહેરના સાંસદના ઘરની નજીક આવેલા આ રસ્તાની બિસ્માર હાલત જોવા મળી છે. આ એક માત્ર રોડ એવો નથી કે જ્યાં રસ્તા પર મોટા ખાડા પડયા હોય. વડોદરાના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રસ્તા તૂટી ગયા છે અને રસ્તા પર ખાડાની સાથે સાથે ભૂવા પણ પડી ગયા છે. ખરાબ રોડ રસ્તાના કારણે લોકોને આર્થિક તેમજ શારીરિક નુકશાન પણ થઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ વરસાદમાં રોડ પર પડેલા ખાડા ખર્ચના ખાડા બન્યા, ટાયર ફાટવાની ઘટનાઓમાં 30 ટકાનો વધારો

ભ્રષ્ટાચારની પોલ ખોલતા આ દ્રશ્યો -આ વિસ્તારમાં રસ્તા પર પડેલા મોટા મોટા ખાડાઓએ (Damaged Roads in Vadodara ) વડોદરા મહાનગરપાલિકાના રોડ શાખાની (Vadodara Corporation) પોલ ખોલી દીધી છે. વરસાદમાં (Heavy Rain Effect in Vadodara) આમ પણ લોકોને ભારે તકલીફ પડી રહી છે. ત્યારે રસ્તા પર પડેલા ગાબડાંના કારણે લોકોની તકલીફમાં વધારો થયો છે. વડોદરામાં ભારે વરસાદની અસરમાં આ રસ્તો ડાન્સિગ રોડ (Commuters Facing Problem On Road ) બની ગયો છે. વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી અને આચરાયેલા ભ્રષ્ટાચારના કારણે રસ્તા પર ખાડા પડી ગયા હોવાથી વડોદરાને હવે લોકો 'ખાડોદરા' તરીકે ઓળખવા લાગ્યા છે.

ABOUT THE AUTHOR

...view details