ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં સર સયાજીરાવ ગાયકવાડની 158મી જન્મજયંતી નિમિત્તે સાયક્લોથોનનું આયોજન - pm modi

વડોદરાની સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની 158મી જન્મજયંતી નિમિત્તે 7 KM સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભારતના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટને ચરિતાર્થ કરતી સાયકલ રેલીને શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘ તેમજ સંસ્થાના ચેરમેન ડૉ. હર્ષ શાહે પ્રસ્થાન કરાવ્યુ હતુ.

સાયક્લોથોનનું આયોજન
સાયક્લોથોનનું આયોજન

By

Published : Mar 12, 2021, 7:14 PM IST

  • સર સયાજીરાવ ગાયકવાડની 158મી જન્મજયંતી નિમિત્તે 7 KM સાયક્લોથોનનું આયોજન
  • રેલીને શહેર પોલીસ કમિશનર તેમજ સંસ્થાના ચેરમેને પ્રસ્થાન કરાવ્યું
  • સાયકલ રેલીમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ભાગ લીધો

વડોદરા : સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની 158મી જન્મજયંતી નિમિત્તે 7 KM સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભારતના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટને ચરિતાર્થ કરતી સાયકલ રેલીને શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘ તેમજ સંસ્થાના ચેરમેન ડૉ.હર્ષ શાહે પ્રસ્થાન કરાવ્યુ હતું.

વડોદરામાં સર સયાજીરાવ ગાયકવાડની 158મી જન્મજયંતિ નિમિત્તે સાયક્લોથોનનું આયોજન

આ પણ વાંચો :પ્રજાસતાક દિન નિમિત્તે સાયક્લોથોન અને વોકથોનનું આયોજન કરાયું

'સ્વાથ્ય રહેગા ફિટ તો દેશ બનેગા સુપરહિટ' થીમ પર યોજાઈ સાયક્લોથોન

વડોદરાના રાજવી સર સયાજીરાવ ત્રીજાની 158મી જન્મજયંતી નિમિત્તે સિગ્મા ગૃપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સાયકલ રેલી બરોડા ડિસ્ટ્રિક્ટ સાયકલિંગ એસોશિયેશન અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન સંસ્થાના સહયોગથી યોજવામાં આવી હતી. 'સ્વાથ્ય રહેગા ફિટ, તો દેશ બનેગા સુપરહિટ' થીમ પર 7 KM લાંબી સાયકલ રેલી યોજવામાં આવી હતી. રેલીમાં ભાગ લેનારા સાયક્લીસ્ટ્સની સુરક્ષા માટે પોલીસ એસ્કોરટિંગ તેમજ મેડિકલ વાનની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી. સાયકલ રેલીમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ભાગ લીધો હતો. શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘે સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું અને સાયકલ રેલીમાં ભાગ લેનારા સાયક્લિસ્ટ્સને અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો :અંકલેશ્વરમાં બાયસિકલ કલબ દ્વારા સાયકલોથોનનું આયોજન

ABOUT THE AUTHOR

...view details