વડોદરાઃ ટેકનોલોજી વધતાની સાથે સાયબર માફિયાઓ પણ એટલા જ સક્રિય થઈ (Increase in cyber crime) ગયા છે. આવા માફિયાઓ તો હવે IAS, IPS અધિકારીઓ સાથે ફ્રોડ કરવાનું પણ બાકી નથી રાખ્યું. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે વડોદરામાં. અહીં શહેરના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના (Vadodara Municipal Commissioner Shalini Aggarwal) ફોટોનો દૂરુપયોગ કરી (Misuse of Vadodara Municipal Commissioner photo) સાયબર માફિયાઓએ અધિકારીઓને વોટ્સએપ મેસેજ મોકલી ફ્રોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ10 દિવસ પહેલા શરૂ થયેલા નશાના વેપારનો પોલીસે કર્યો પર્દાફાશ
સાયબર માફિયાઓએ ફ્રોડનો કર્યો પ્રયાસ - જોકે,સાયબર માફિયાઓની આ હરકતની પોલીસને જાણ થતાં પોલીસ વિભાગ હરકતમાં (Vadodara Police in Action) આવ્યું છે. શહેરના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ (Vadodara Municipal Commissioner Shalini Aggarwal) એક IAS અધિકારી છે. ત્યારે કોઈ સાયબર માફિયાએ વોટ્સએપ પર તેમનો ફોટો મૂકી અધિકારીઓને મેસેજ (Misuse of Vadodara Municipal Commissioner photo) કર્યા હતા. જોકે, અધિકારીઓને કમિશનરનો નંબર ખબર હોવાથી તેઓ મ્યુનિસિપલ કમિશનર પાસે પહોંચ્યા હતા. ત્યારે આ સમગ્ર ફ્રોડનો પર્દાફાશ થયો હતો.
આ પણ વાંચોઃIAS કે રાજેશના વચેટિયા રફીકની ધરપકડ, અધિકારી સામે જાણો વર્ષોથી કોણ કરી રહ્યું હતું ફરિયાદ
કમિશનરના ફોટોનો દુરુપયોગ - આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ કામ કોઈક સાયબર માફિયાનું છે. અગાઉ પણ આ જ રીતે મ્યુનિસિપલ કમિશનરના ફોટોનો દુરુપયોગ (Misuse of Vadodara Municipal Commissioner photo) સાયબર માફિયાઓએ ફ્રોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો આ મામલે IT વિભાગે પોલીસને જાણ કરી (Vadodara Police in Action) હતી, પરંતુ હજી પણ સાયબર માફિયાઓ પોલીસ પકડથી દૂર છે.