ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં રસ્તા પર લટાર મારતું મગરનું બચ્ચું, રાહદારીને જોઇ લગાવી જોરદાર દોડ - વડોદરામાં વિશ્વામિત્રી નદી

વડોદરામાં વિશ્વામિત્રી નદી ( Vishwamitri River in Vadodara ) માં ખૂબ મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. ચોમાસાની સીઝન છે અને વરસાદ પણ છે ત્યારે શહેરમાં મગર ફરવા નીકળે એવા દ્રશ્યો ઘણીવાર જોવા મળે છે. એમ જ વધુ એક મગરનું બચ્ચું શહેરના લાલબાગ વિસ્તારમાં રોડ પર ( Crocodile walking on the road in Vadodara ) જોવા મળ્યું હતું.

વડોદરામાં રસ્તા પર લટાર મારતું મગરનું બચ્ચું, રાહદારીને જોઇ લગાવી જોરદાર દોડ
વડોદરામાં રસ્તા પર લટાર મારતું મગરનું બચ્ચું, રાહદારીને જોઇ લગાવી જોરદાર દોડ

By

Published : Oct 10, 2022, 8:06 PM IST

વડોદરાશહેરમાં મગર અને માનવ વસ્તી નજીકમાં વસવાટ કરે છે. જો કે મગર અને માનવ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ સંખ્યામાં ઓછી ઘટે છે. ગતરાત્રે સુમસામ રસ્તા પર મગરનું બચ્ચું લટાર મારવા નિકળ્યું ( Crocodile walking on the road in Vadodara ) હતું. પસાર થતા રાહદારીને કંઇક જુદું દેખાતા તેણે વાહન થોભાવીને મગરના બચ્ચાનો પીછો કર્યો હતો. રાહદારીને જોતા જ મગરના બચ્ચાએ દોટ લગાવી હતી.

બદામડી બાદથી લાલબાગ તરફ જવાના રસ્તે ડિવાઇડર પાસે મગરનું બચ્ચું જોવા મળ્યું હતું.

મગરો માનવ વસવાટમાં ટેવાયા દુનિયામાં જૂજ શહેરો છે જ્યાં મગર અને માનવ વસ્તી પાસે પાસે વસવાટ કરે છે. વડોદરા તે પૈકી એક શહેર છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી ( Vishwamitri River in Vadodara ) માં ખાસ કરીને ચોમાસાની રૂતુમાંમગરો માનવ વસવાટ નજીક જોવા મળે છે. જો ે, વડોદરામાં પ્રાણીઓ માટે કામ કરતી જીવદયા સંસ્થાઓ મોટા પ્રમાણમાં હોવાના કારણે માનવ અને મગર વચ્ચે ઘર્ષણની ઘટનાઓ ઓછી બનતી હોય છે. હાલ વિદાય લેતા લેતા વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ગતરાત્રે વડોદરામાં રસ્તા પર લટાર મારતું મગરનું બચ્ચું જોવા ( Crocodile walking on the road in Vadodara ) મળ્યું હતું.

પ્રત્યક્ષદર્શીની પ્રતિક્રિયા રાહદારીના જણાવ્યા પ્રમાણે 'ગતરાત્રે અઢી વાગ્યે બદામડી બાદથી લાલબાગ તરફ જવાના રસ્તે ડિવાઇડર પાસે મગરનું બચ્ચું જોવા મળ્યું હતું. પસાર થતી વેળાએ કંઇ હિલચાલ જોવા મળતા તેણે વાહન થોભાવ્યું હતું. થોડેક નજીક જઇ જોતા મગરનું બચ્ચું ( Crocodile walking on the road in Vadodara ) હરકતમાં આવ્યું હતું અને તેણે દોડવાનું શરૂ કર્યું હતું. મગરનું બચ્ચું એટલું ઝડપથી દોડ્યું કે કોઇ પણ હાંફી જાય.'

ABOUT THE AUTHOR

...view details