વડોદરા: વડોદરા તરફથી રણજી ટ્રોફીમાં રમતાં વિષ્ણુ સોલંકીએ ચંદીગઢ સામે સદી ફટકારી હતી. સદી ફટકાર્યા બાદ બધા વિષ્ણુને વંદન કરી રહ્યા છે. આ ખેલાડીની નવજાત બાળકીએ અકાળે તબિયતના કારણે આ દુનિયા (Ranji Trophy cricketer Vishnu Solanki's daughter dies) છોડી દીધી હતી. તેવા દુઃખ વચ્ચે વિષ્ણુ સોલંકીએ જાત સંભાળીને વડોદરા ટીમ માટે સ્પોર્ટમેન સ્પિરિટના (Cricketer Vishnu Solanki Sportman Spirit ) દર્શન કરાવતાં સદી ફટકારી હતી. આ કારણે સાથી ખેલાડીઓ જ નહીં પ્રતિસ્પર્ધી ખેલાડીઓએ પણ વિષ્ણુની ખેલભાવનાની કદર બૂઝી હતી.
બીસીએ વિષ્ણુને રીયલ હીરો ગણાવ્યો
રણજી ટ્રોફીમાં રમી રહેલા વિષ્ણુ સોલંકીએ ચંદીગઢ સામે 12 ચોગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતાં. બરોડા ક્રિકેટ એસોસિએશને તેને રીયલ હીરો ગણાવ્યો છે. તેની બોલ્ડ ઇનિંગ્સને જોઇને દરેક લોકો સલામ કરી રહ્યાં છે. તે જ સમયે સૌરાષ્ટ્ર માટેરણજી ટ્રોફી રમી રહેલા બેટ્સમેન શેલ્ડન જેક્સને ટ્વીટ કર્યું (Batsman Sheldon Jackson Tweet ) અને લખ્યું, 'હું આટલો કઠોર જાણતો હોય એવા ભાગ્યે જ કોઈ ખેલાડી હશે. વિષ્ણુ અને તેમના પરિવારને મારા વંદન. હું હવે તેના બેટમાંથી આવી વધુ સદીઓ જોવા માગું છું. પુત્રીના મૃત્યુએ વિષ્ણુને હચમચાવી દીધા હતાં, પરંતુ તેઓ પુત્રીના અંતિમ સંસ્કાર કર્યા બાદ મેદાનમાં ઉતર્યા હતાં અને પોતાની ટીમ માટે સદી (Cricketer Vishnu Solanki Sportman Spirit )ફટકારી હતી.