ગુજરાત

gujarat

સ્વીટી પટેલ હત્યા કેસ, તપાસ દરમિયાન ક્રિકેટર હાર્દિક પંડ્યા એક IPS અધિકારીના સંપર્કમાં હતો

By

Published : Jul 27, 2021, 7:48 PM IST

રાજ્યભરમાં ચકચાર મચાવનારા સ્વીટી પટેલ હત્યા કેસમાં ધરપકડ કરાયા બાદ અજય દેસાઈને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની પાસેથી સરકારી પિસ્તોલ પણ જમા કરી લીધી છે. જોકે, આ ઘટનામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્વીટી પટેલના પૂર્વ પતિનો પિતરાઈ ભાઈ ખ્યાતનામ ક્રિકેટર હાર્દિક પંડ્યા આ કેસની તપાસ દરમિયાન એક IPS ઓફિસર સાથે ટેલિફોનિક સંપર્કમાં રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સ્વીટી પટેલ હત્યા કેસ
સ્વીટી પટેલ હત્યા કેસ

  • સ્વીટી પટેલના પૂર્વ પતિનો પિતરાઈ ભાઈ છે ક્રિકેટર હાર્દિક પંડ્યા
  • કેસની વિગતો જાણવા માટે હાર્દિક પંડ્યા હતો એક IPSના સંપર્કમાં
  • તપાસ ઝડપી આગળ વધારવા રજૂઆત અને માહિતી મેળવી હતી

વડોદરા: સ્વીટી પટેલ હત્યા કેસના આરોપી અજય દેસાઈને આજે મંગળવારે પોતાના પદ પરથી સત્તાવાર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સરકારી પિસ્તોલ પણ જમા કરી લેવામાં આવી છે. ત્યારે સ્વીટી પટેલના પૂર્વ પતિ હેતસ પંડ્યાનો પિતરાઈ ભાઈ અને ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ કેસની તપાસ દરમિયાન એક IPS અધિકારીના સંપર્કમાં રહ્યો હોવાનું સામે આવ્યું છે.

શિસ્ત ભંગની પણ કાર્યવાહી કરવામાં આવશે

સ્વીટી પટેલની હત્યા કર્યા બાદ અજય દેસાઈ બીજા દિવસે મૃતદેહને સગેવગે કરવા માટે અટાલી પાસે પોતાના મિત્ર કિરીટસિંહની જગ્યાએ ગયો હતો. તે સમયે અજય દેસાઈ પાસે જિલ્લા SOG સહિત વડોદરા રેન્જ સાયબર ક્રાઈમના PIનો ચાર્જ હતો. તેણે પોતાના ઉપલા અધિકારીને જાણ કર્યા વગર જિલ્લો છોડ્યો હોવાથી તેના વિરુદ્ધ શિસ્ત ભંગની પણ તપાસ થશે.

નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકાતા થઈ હતી બદલી

કરજણની પેટા ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસે કિરીટસિંહને ટિકિટ આપી હતી. આ ચૂંટણી સમયે કરજણના PI તરીકે અજય દેસાઈ ફરજ બજાવતા હતા અને તે જ સમયે નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકાવાની ઘટનાને લઈને તેમની જિલ્લા SOGમાં બદલી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details