ગુજરાત

gujarat

ETV Bharat / city

CREDAI President Social Media Post: વડોદરા ક્રેડાઈના પ્રમુખની કઈ સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ થયો? - Appeal of CREDAI Members

વડોદરા ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલે સોશિયલ મીડિયામાં (CREDAI President Social Media Post) 'વડોદરાના વિકાસને શોધો વડોદરા બચાવો'ની પોસ્ટ (Discover the development of Vadodara Save Vadodara Post) કરતા વિવાદ સર્જાયો છે. મયંક પટેલે કોર્પોરેશન અને વૂડાના અધિકારીઓ વડોદરા શહેર સાથે ઓરમાયું વર્તન દાખવતા હોવાના આક્ષેપ કર્યા હતા.

CREDAI President Social Media Post: વડોદરા ક્રેડાઈના પ્રમુખની કઈ સોશિયલ મીડિયા પોસ્ટથી ક્રેડાઈના અધિકારીઓ છંછેડાયા, જુઓ
CREDAI President Social Media Post: વડોદરા ક્રેડાઈના પ્રમુખની કઈ સોશિયલ મીડિયા પોસ્ટથી ક્રેડાઈના અધિકારીઓ છંછેડાયા, જુઓ

By

Published : Feb 10, 2022, 2:54 PM IST

Updated : Feb 11, 2022, 2:50 PM IST

વડોદરાઃ શહેરના ક્રેડાઈના પ્રમુખ સહિત ક્રેડાઈના સભ્યોએ (CREDAI President Social Media Post) સોશિયલ મીડિયામાં 'વિકાસને શોધો વડોદરા બચાવો' લખી (Discover the development of Vadodara Save Vadodara Post) પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે. આ સાથે જ વડોદરાના વિકાસને શોધનારા લોકોને ક્રેડાઈ તરફથી ઈનામ આપવામાં આવશે તેવી પોસ્ટથી પણ વિવાદ થયો છે.

ફિઝિકલ ડોક્યૂમેન્ટ માટે અધિકારીઓ મહિનાઓનો સમય વેડફાટ હોવાનો આક્ષેપ

આ પણ વાંચો-General Meeting in Morbi : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નાની સિંચાઈનો મુદ્દો ઉછળ્યો

ક્રેડાઈ 3 વર્ષથી તમામ સ્તર પર રજૂઆત કરી રહી છે

વડોદરા ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલે (CREDAI President Social Media Post) કોર્પોરેશન અને મહાનગરપાલિકાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ ફાઈલ પાસ કરતા નથી. કોર્પોરેશન અને વુડાના (Vadodara Urban Development Authority VUDA) અધિકારીઓ દ્વારા કાયદાનું ખોટું અર્થઘટન કરી શહેર સાથે ઓરમાયું વર્તન દાખવે છે. ક્રેડાઈ દ્વારા છેલ્લા 3 વર્ષથી તમામ સ્તર પર રજૂઆત (Appeal of CREDAI Members ) કરવામાં આવી રહી છે. તેમ છતા હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું ન હોવાની પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ મૂકી શહેરીજનોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું મયંક પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો-AMC Budget 2022: AMCનું સુધારા સાથેનું બજેટ રજૂ, વિપક્ષના નેતાનો આક્ષેપ જનતાને કોઈ લાભ થશે નહિ

ફિઝિકલ ડોક્યૂમેન્ટ માટે અધિકારીઓ મહિનાઓનો સમય વેડફાટ હોવાનો આક્ષેપ

વર્ષ 2011થી શહેરની ટીપીઓ પેન્ડિંગ છે. તો વુડા (Vadodara Urban Development Authority VUDA)ની પણ આ જ પરિસ્થિતિ હોવાના ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલે આક્ષેપ કર્યા હતા. આ સાથે તેમણે એવા પણ આક્ષેપ કર્યા હતા કે, ડેવલોપર 40 ટકા કપાત જમીન ઓથોરિટીને સરન્ડર કરવા જાય છે. ત્યારે 6-6 મહિના જેટલો સમય પસાર કરવામાં આવે છે. તો રજા ચિઠ્ઠી ઓનલાઈન મેળવી લીધા બાદ ફિઝિકલ ડોક્યૂમેન્ટ મેળવવા અધિકારી મહિનાઓનો સમય વેડફે છે. આને લઈને આર્કિટેક અને ડેવલોપરને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. અધિકારીઓની જોહુકમીને કારણે નાગરિકોને પીસાવાનો વારો આવ્યો છે.

પરિવાર સાથે વાડકા લઈ ભીખ માંગી વિરોધ કરશે

ગુજરાત ક્રેડાઈના પ્રમુખ હેમલ પટેલ અને વડોદરા ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલે આગામી સમયમાં આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનનું શસ્ત્ર ઉઠાવીશું. સાથે જ કોર્પોરેશન અને વુડાની (Vadodara Urban Development Authority VUDA) કચેરીમાં પરિવાર સાથે પહોંચી વાડકા લઈ ભીખ માગવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Last Updated : Feb 11, 2022, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details