- વડોદરા મેયરને ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની ટકોર આવું ઢીલું કામ નહીં
- કેયૂરને મેયર બનાવ્યો ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે,મીટિંગો બંધ કરો અને કામ કરો : C R Patil
- C R Patil મિટિંગ બંધ કરો એમ શા માટે કહ્યું તે અંગે એમને જ પૂછો : મેયર કેયૂર રોકડિયા
વડોદરાઃ સી.આર.પાટીલે (C. R. Patil )વડોદરામાં એક કાર્યક્રમમાં હાજરી દરમિયાન ત્યાં ઉપસ્થિત મેયર કેયૂર રોકડિયાને (Vadodara Mayor Keyur Rokadia) જાહેર મંચથી ટકોર કરતાં કહ્યું કે મીટિંગો બંધ કરો અન કામ કરો. પાટીલે કહ્યું કે કેયૂર રોકડિયા યુવાન હતાં તેથી મેયર બનાવ્યાં. ત્યારે એમ લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે. પરંતુ હવે કેયૂર રોકડિયા મીટિંગો બંધ કરો અને નિર્ણય કરો.
મેયર કેયૂર રોકડિયાએ આપી પ્રતિક્રિયા
બીજી તરફ મેયર કેયુૂર રોકડિયાને (Vadodara Mayor Keyur Rokadia) સી.આર. પાટીલે (C. R. Patil )કરેલી ટકોર અંગે પૂછવામાં આવતાં તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આખા રાજ્યમાં સૌથી વધુ એટલે કે 600થી કરતા પણ વધારે ગાયો વડોદરા મહાનગરપાલિકાએ પકડી છે. રસ્તે રખડતી ગાયો પકડવાનું કામ ઝડપથી ચાલુ રહ્યું છે તેમ જ સી.આર. પાટીલે મીટિંગો બંધ કરો એમ શા માટે કહ્યું તે અંગે એમને જ પૂછો.