- ઇન્સ્યોરન્સ કંપનીએ 221271 સામે ફક્ત 101185 રૂપિયા જ ચૂકવ્યા
- કૉર્ટે બાકીના પૈસા 9 ટકા વ્યાજ સાથે આપવા કહ્યું
- માનસિક હેરાનગતિ અને અરજીના પણ પૈસા ચૂકવવાનો કૉર્ટનો આદેશ
વડોદરા: કોરોનાની બીજી લહેર (Corona Second Wave) દરમિયાન 5 લાખ સુધીની કોરોના કવચ પોલિસી (Corona cover policy) હોવા છતાં સારવાર દરમિયાન 2,21,271 રૂપિયાના ખર્ચ સામે ઇન્સ્યોરન્સ કંપની (Insurance company)એ મેડીક્લેમ (Mediclaim)ના માત્ર 1,01,185 રૂપિયા ચૂકવતા ગ્રાહકે ગ્રાહક કોર્ટ (consumer court)નો સંપર્ક કરતા કોર્ટે બાકીના પૈસા 9 ટકા વ્યાજ સાથે તેમજ અરજદારને થયેલા માનસિક હેરાનગતિ તેમજ અરજી પેટેના 10 હજાર ચૂકવવા આદેશ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને જો યોગ્ય લાગે તો ઇન્સ્યોરન્સ કંપની VMC દ્વારા હૉસ્પિટલ (Hospital) સામે કાર્યવાહી કરી શકશે તેવું કહ્યું છે.
હૉસ્પિટલે કરેલા ચાર્જને Not Payble ડિક્લેર કર્યો હતો
મહત્વનું છે કે બીજી લહેર દરમિયાન સમગ્ર વિશ્વ કોરોના (Coronavirus)માં ફસાયેલું હતું, ત્યારે ધ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (The Insurance Regulatory and Development Authority of India)એ કોરોના માટે પણ ઇન્સ્યોરન્સની જોગવાઈ કરી હતી, પરંતુ અનેક કેસો સામે આવ્યા છે જેમાં હૉસ્પિટલે કરેલા કેટલાક ચાર્જને ઇન્સ્યોરન્સ કંપનીએ Not Payble ડિક્લેર કરીને પૈસા ચૂકવ્યા નથી. એક તરફ વ્યક્તિ કોરોનાથી ભયભીત હોવાના કારણે હૉસ્પિટલમાં સારવાર લેતો હોય, ત્યારે હૉસ્પિટલ પણ કેટલાક ટેસ્ટ કરવાના નામે ચાર્જ વસૂલ કરતી હોય છે.
હૉસ્પિટલે 69,000 રૂપિયાનું બિલ બનાવ્યું હતું
બીજી તરફ હૉસ્પિટલે લગાવેલા ચાર્જીસ ઇન્સ્યોરન્સ કંપની ન ચુકવતા દર્દીએ હૉસ્પિટલના બિલ અને ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે દોડવું પડે છે. VMCએ નક્કી કરેલી લિમિટ મુજબ થોડા દિવસમાં 51,000 રૂપિયાની સામે હૉસ્પિટલે 69,000 રૂપિયાનું બિલ બનાવ્યું હતું. કોરોના દરમિયાન હૉસ્પિટલ દ્વારા દર્દીઓ પાસે લેવાના મહત્તમ ચાર્જના દર નક્કી કરવામાં આવ્યા હતા. VMCએ આ માટે 8,500 રૂપિયા દૈનિક ચાર્જનું ધોરણ નક્કી કર્યું હતું. આમ મયંકભાઇ એ 6 દિવસની લીધેલી સારવારના કુલ 51,000 રૂપિયા થવા જોઈતા હતા, પરંતુ હૉસ્પિટલે તેની સામે 69,000 રૂપિયા વસૂલ કર્યા હતા.
VMCએ નક્કી કરેલા ચાર્જ કરતા હૉસ્પિટલે વધારે પૈસા લીધા