વડોદરા - વડોદરામાં કેનાલ પાસે 3 દિવસ પહેલાં એક યુવકે પ્રેમિકા સાથે પાણીમાં ઝંપલાવ્યું હતું. જેમના 3 દિવસ બાદ બંનેના એકબીજા સાથે હાથ બાંધેલા મૃતદેહો મળી (bodies of a couple from Vadodara were found handcuffed )આવ્યાં છે. યુવાનને પરિવારે શોધેલી યુવતી સાથે આગામી તા. 7 એપ્રિલે લગ્ન કરવા ન પડે તે માટે પોતાની પ્રેમિકા સાથે વાઘોડિયાના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું (Couple Died by Suicide ) મૂક્યું હતું
યુવકના ભાઈએ જાણવાજોગ પોલીસ ફરીયાદ નોંધાવી હતી- વડોદરા વાઘોડિયાના રાજપુરા નર્મદા કેનાલમા ઝંપલાવનાર પ્રેમી પંખીડામાં પ્રેમી યુવકના ભાઈએ જાણવાજોગ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પ્રવીણભાઇ રાઠવાએ જરોદ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ અન્ય કોઈ યુવતી સાથે રાજપુરા પાસે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યાની (Couple Died by Suicide ) હકીકત જણાવી હતી. ખેતીવાડી કરી જીવન ગુજરાન ચલાવનાર આ પરિવારમાં 5 બહેનો તથા ત્રણ ભાઇઓ છે. જેમા સૌથી નાનો દિલીપ કુંવારો હતો. તેની હાલમાં જ અમરાપુરાની યુવતી સાથે સગાઇ કરી હતી અને આ 7 એપ્રિલે તેના લગ્ન હતા. પરંતુ દિલીપને અન્ય યુવતી પસંદ હતી.