ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના વાયરસઃ માસ્કના વેચાણમાં છેતરપિંડી, 11 લાખની કટકી - કોરોના વાયરસ

કોરોના વાયરસથી બચવા માટે માસ્કનો ધંધો આજકાલ તેજીમાં ચાલી રહ્યો છે, ત્યારે વડોદરાના એક વેપારીએ નોંધાવેલા 32 લાખ રૂપિયાની કિંમતના માસ્કને બદલે 22 લાખનો માલ મોકલીને રોકડા 11 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે.

corona-virus-protection-mask-business-fraud-11-lac-were-cheated
કોરોના વાઈરસથી બચાવનાર માસ્કના ધંધામાંય છેતરપિંડી! 11 લાખની કટકી મારી લેવાઈ

By

Published : Mar 6, 2020, 10:13 PM IST

વડોદરાઃ કોરોના વાયરસથી બચવા માટે માસ્કનો ધંધો આજકાલ તેજીમાં છે, ત્યારે વડોદરાના એક વેપારીએ નોંધાવેલા 32 લાખ રૂપિયાની કિંમતના માસ્કને બદલે 22 લાખનો માલ મોકલીને રોકડા 11 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. કોરોના વાયરસથી બચવા માટે ડિસ્પોઝેબલ માસ્કની માગ સતત વધી રહી છે. આ અંતર્ગત શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી એક દુકાનના માલિક સાથે 11 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

માસ્કના વેપારી સાથે 11 લાખની છેતરપિંડી

કોરોના વાયરસથી બચવા માટે રાજ્ય અને સમગ્ર ભારત દેશમાં સલામતીના ભાગરૂપે અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. રાજય સરકારના આદેશ પછી શહેરની સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વિદેશ પ્રવાસથી પરત ફરતા પ્રવાસીઓનું એરપોર્ટ પર સ્કેનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. શહેરની સયાજી હોસ્પિટલમાં વિદેશથી આવતા મુસાફરોની તબીબી તપાસ પણ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસથી બચવા માટે ડિસ્પોઝેબલ માસ્કની માગમાં વધારો થયો છે. શહેરના રાવપુરા વિસ્તારના વેપારીએ રાજકોટની એક કંપનીને ડિસ્પોઝેબલ માસ્ક બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. વેપારીએ 32 લાખની કિંમતના માસ્કનો ઓર્ડર આપ્યો હતો. જેની સામે વેપારીને માત્ર 22 લાખના માસ્ક મોકલવામાં આવ્યા હતા.

આ બાબતે રાજકોટ કંપનીમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ પણ વડોદરાના વેપારીને સામેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જે કારણે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ થયું હતું. આ 11 લાખની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવતા વેપારીએ 11 લાખ પરત નહીં મળે તો, આગામી સમયમાં રાજકોટની કંપની માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે. જો કે, આ બનાવમાં હજૂ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details