ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના સંકટઃ શાકભાજી લેતી વખતે રાખવાની સાવચેતીઓ - અમદાવાદ

કોરોના સંક્રમણ અટકાવવા માટે મોટા પાયે જાગૃતિ કેળવવાની જરુર વર્તાઈ રહી છે. કર્ફ્યૂમુકિતમાં શાકભાજી લેવા જતાં સમયે પણ કેટલીક સાવધાની રાખવી આવશ્યક છે. જેની જાણકારી આપવામાં આવી રહી છે.

કોરોના સંકટઃ શાકભાજી લેતી વખતે રાખવાની સાવચેતીઓ
કોરોના સંકટઃ શાકભાજી લેતી વખતે રાખવાની સાવચેતીઓ

By

Published : Apr 22, 2020, 1:13 PM IST

અમદાવાદઃ ભારતના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના જેટલા કેસ નોંધાયા છે. તેના કરતાં પણ વધુ કેસ ફક્ત અમદાવાદ શહેરમાં નોંધાયાં છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટે જુદા જુદા લેવલની સરકાર પોતાની રીતે પગલાં ભરી રહી છે. તેમ છતાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. કોરોના વોરિયર્સ પણ સતત પોતાની સેવા આપી રહ્યા છે. પરંતુ નાગરિકોમાં જાગૃતિ જોવા મળતી નથી.ત્યારે વડોદરામાં પોલિસ દ્વારા મહિલાઓને થતી સમજાવટનો આ વિડીયો વાઈરલ થયો છે.

કોરોના સંકટઃ શાકભાજી લેતી વખતે રાખવાની સાવચેતીઓ

ચિંતાનો વિષય એ પણ બને છે કે, કોરોનાના આ સંક્રમણ કાળમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડતાં શાકભાજીના વેચાણકર્તાઓ કે પછી કરિયાણાના વેચાણકર્તાઓ પણ કોરોના વાયરસના વાહક બની રહ્યાં છે. શહેરમાં શાકભાજીના 65 વેચાણકર્તાઓમાં કોરોનાનો ચેપ જોવા મળ્યો છે. પરંતુ નાગરિકોને તેનો મોહ ઓછો થતો નથી અને શાકભાજીની લારીઓ પર ઉમટી પડે છે. પોલીસ લોકોને સમજાવી રહી છે કે, થોડો સમય શાકભાજીનો ઉપયોગ ન કરીને પણ તમે રસોઈ તૈયાર કરી શકો છો.

જો તમે શાકભાજી લેવા જાવ તો ડોલનો ઉપયોગ કરો. શાકભાજી ઘરે લાવો ત્યારે તે ડોલમાં પાણી નાખી અને ખાવાનો સોડા નાખીને 10 મિનિટ બાદ શાકભાજી બહાર કાઢો. ત્યારબાદ તેનો ઉપયોગ કરો.

ABOUT THE AUTHOR

...view details