ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara Corona Case : શહેરમાં ચોથી લહેરને લઈ કોરોનાના આંકડો ચિંતાજનક

રાજ્યમાં ચોથી લહેરના (Corona Fourth Wave) ભણકારા વાગી રહ્યા છે, ત્યારે વડોદરામાં કોરોનાનો ચિંતા જનક આંકડો જોવા મળી રહ્યો છે. જોકે મરણ હજુ (Vadodara Corona Case) સુધી આંકડો જોવા મળ્યો નથી.

Vadodara Corona Case : શહેરમાં ચોથી લહેરને લઈ કોરોનાના આંકડો ચિંતાજનક
Vadodara Corona Case : શહેરમાં ચોથી લહેરને લઈ કોરોનાના આંકડો ચિંતાજનક

By

Published : Jun 23, 2022, 9:46 AM IST

વડોદરા : વડોદરા શહેર સહિત રાજયભરમાં ફરી એકવાર (Corona Fourth Wave) કોરોનાની ચોથી સંભવિત લહેરના એંધાણ જોવા મળી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર અને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં કોરોનાના સતત વધતા કેસને લઈ હાલમાં કયા પ્રકારની સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો. રોજના 1 હજારથી વધુ વિવિધ PHC સેન્ટરો પર ટેસ્ટિંગ (Vadodara Corona Case) ચાલી રહ્યા છે. પરંતુ, હાલની પરિસ્થિતિ જોતા કોરોનાના કેસમાં વધારાની સાથે લોકોમાં જાગૃતિ નથી અને બેફામ માસ્ક વગર શહેરમાં ફરી રહ્યા છે. જે આવનાર સમય માટે ઘાતક સાબિત થઈ શકે તેમાં કોઈ નવાઈ નહીં.

વડોદરા શહેરમાં ચોથી લહેરને લઈ કોરોનાના આંકડો ચિંતાજનક

આ પણ વાંચો :Corona Fourth Wave : કોરોનાની ચોથી લહેરને લઈને તંત્ર સજ્જ

છેલ્લા 24 કલાકના આંકડા -વડોદરા મહાનગરપાલિકાના સરકારી આંકડાની (Corona Case Update) વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસોની સંખ્યા 28 છે. આ તમામ કેસો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નોંધાયા છે. હાલમાં વડોદરા જિલ્લા અને શહેરમાં કુલ કેસોની સંખ્યા 1,34,629 નોંધાઈ છે. જેમાં કુલ તપાસના સેમ્પલો 1,384 લેવામાં આવ્યા છે, સંભવિત કોરોના કેસોમાં હાલમાં કોઈ પણ પ્રકારના મરણ નોંધાયું નથી. હાલ સુધીમાં મરણની સંખ્યાનો આંક 757 થયો છે. તેમજ એક્ટિવ દર્દની વાત કરવામાં આવે તો કુલ 178 કુલ એક્ટિવ દર્દીઓ છે. જેમાંથી 170 દર્દી હોમ આઈસોલેશન છે. જ્યારે 8 દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. સાથે જ હાલમાં કવોરંટાઇન વ્યક્તિઓ 112 છે.

આ પણ વાંચો :Corona Cases Rises in Surat : આરોગ્યતંત્રમાં ધમધમાટ, અધિકારીઓ અને તબીબોએ કરી આ તૈયારીઓ

VMC સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ શુ કહે છે -સ્થાઈ સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અગાઉ જે રીતે ઘાતક કોરોનાનો વ્યાપ હતો. તે પ્રમાણમાં હાલમાં કેસનું પ્રમાણ ઓછું છે. હાલમાં વડોદરા (VMC Corona Operation) મહાનગરપાલિકા તરફથી વિવિધ પી.એચ.સી સેન્ટરો પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. હાલમાં તમામ સ્ટાફ કાર્યરત છે અને આવનાર સમયમાં તમામ સેન્ટર પર જરૂરિયાત પ્રમાણે કામગીરી વધારવી પડશે તો પણ અમે સક્રિય છીએ.

ABOUT THE AUTHOR

...view details