ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona Cases In Vadodara: વડોદરામાં 2 જ દિવસમાં કોરોનાના કેસોમાં 40 ટકાનો ઘટાડો, નિષ્ણાતોએ જણાવ્યું કારણ - ગુજરાતમાં કોરોના

વડોદરામાં છેલ્લા 2 દિવસમાં કોરોનાના 40 ટકા કેસો (Corona Cases In Vadodara) ઘટ્યા છે. 7 દિવસથી વડોદરામાં કોરોનાના કેસો વધી રહ્યા હતા. જેટલી ઝડપથી કેસો વધી રહ્યા હતા એટલી જ ઝડપથી કેસો ઘટ્યા છે. કોરોના (Corona In Vadodara)નો લોકોમાં ભય ઓછો થયો હોવાના કારણે કેસ ઘટ્યા હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

Corona Cases In Vadodara: વડોદરામાં 2 જ દિવસમાં કોરોનાના કેસોમાં 40 ટકાનો ઘટાડો, નિષ્ણાતોએ જણાવ્યું કારણ
Corona Cases In Vadodara: વડોદરામાં 2 જ દિવસમાં કોરોનાના કેસોમાં 40 ટકાનો ઘટાડો, નિષ્ણાતોએ જણાવ્યું કારણ

By

Published : Jan 28, 2022, 5:34 PM IST

વડોદરા: શહેરમાં કોરોનાના કેસ (Corona Cases In Vadodara) માં એકાએક ઉછાળો આવ્યો હતો. દૈનિક કેસમાં દિવસને દિવસે વધારો નોંધાતો હતો. છેલ્લા 2 દિવસમાં એ જ ગતિએ વડોદરામાં કોરોના(Corona In Vadodara)ના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેની પાછળ લોકોમાં કોરોનાને લઈને ભય ઓછો થયો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

જેટલી ઝડપથી કોરોનાના કેસો વધ્યા, એટલી જ ઝડપથી કેસો ઘટ્યા.

દૈનિક કોરોનાના કેસમાં 40 ટકાનો ઘટાડો

વડોદરા શહેરમાં છેલ્લા 7 દિવસથી કોરોનાના કેસ તેની પીક (Corona Peak In Vadodara) પર હતા. વડોદરામાં દૈનિક કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો નોંધાયો હતો. કોરોનાના દૈનિક કેસ 3,800થી વધુ નોંધાયા હતા. છેલ્લા 2 દિવસથી તે જ ગતિએ કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. માત્ર 2 દિવસના ગાળામાં જ કોરોનાના કેસમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જે ગતિએ કોરોનાના કેસ (Corona Cases In Gujarat) કૂદકેને ભૂસકે વધી રહ્યા હતા, તે જ ગતિએ હવે તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

આ પણ વાંચો:vadodara Corona Update: વડોદરામાં કોરાનાનો કહેર યથાવત, કોરોનાના નવા 1,313 કેસ નોંધાયા

લોકોમાં કોરોનાનો ભય ઓછો થયો

કોરોનાના કેસમાં જે ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે તે અંગે વડોદરાના OSD ડો. વિનોદ રાવના સલાહકાર અને વડોદરા શહેર જિલ્લાના કોવિડ ઓબ્ઝર્વર (Covid Observer of Vadodara City District) ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોનાના કેસ ઝડપથી ઘટવાનું મુખ્ય કારણ લોકોમાં કોરોના (Corona In Gujarat)ને લઈને ભય ઓછો થયો છે, જેથી ટેસ્ટિંગ પણ ઓછું થયું છે. ત્રીજી વેવ (Corona Third Wave Gujarat)ની શરૂઆતમાં લોકોમાં ભય વ્યાપ્યો હતો અને સામાન્ય લક્ષણમાં પણ લોકો ટેસ્ટ કરાવતા હતા, જેને લઈને કેસમાં વધારો નોંધાયો હતો. ભય હવે દૂર થતાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે. સાથે સાથે ICMRની નવી ગાઈડલાઈન (Corona Guidelines Gujarat)ને લઈને પણ લોકોનો ડર દૂર થયો છે.

આ પણ વાંચો:Vadodara Corona Update: વડોદરા કોરોનાના નવા 1211 કેસ નોંધાયા

કોરોના ગયો નથી સાવચેતી રાખવાની સલાહ

OSDના સલાહકાર ડો. શીતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના હજી ગયો નથી. લોકોએ હજી પણ તકેદારી અને સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાના કેસમાં 7થી 15 ફેબ્રુઆરી વચ્ચે પીક આવવાની શક્યતા વ્યક્ત કરી છે. તો કોરોનાની ત્રીજી વેવ 15 માર્ચ સુધી રહેવાની પણ ડો. શીતલ મિસ્ત્રીએ શક્યતા વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details