ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona affected to Students: વડોદરાની નવરચના સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત, DEO સ્કૂલને આપશે શો કોઝ નોટિસ - Offline Education in Schools

કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ પછી માંડ માંડ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ (Offline Education at Schools) શરૂ થયું છે. તેવામાં હવે શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવવાની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે વડોદરામાં આવેલી નવરચના સ્કૂલમાં ધોરણ 8નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા (A student from Navrachna School tested positive for Corona) વાલીઓમાં ચિંતા વધી છે. જોકે, શાળાએ બાળક કોરોના પોઝિટિવ આવ્યા પછી જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરતા શાળાને હવે શો કોઝ નોટિસ (The District Education Officer will issue a show cause notice to the school) આપવામાં આવશે.

Corona affected to Students: વડોદરાની નવરચના સ્કૂલમાં ધોરણ 8નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત, DEO સ્કૂલને આપશે શો કોઝ નોટિસ
Corona affected to Students: વડોદરાની નવરચના સ્કૂલમાં ધોરણ 8નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત, DEO સ્કૂલને આપશે શો કોઝ નોટિસ

By

Published : Dec 15, 2021, 1:52 PM IST

  • વડોદરાની નવરચના શાળામાં ધોરણ 8નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
  • જિલ્લા શિક્ષણાધિકારીએ મોડી જાણ કરતા શો કોઝ નોટિસ અપાશે
  • ઓફલાઈન શિક્ષણ માટે મોકલતા વાલીઓમાં ચિંતાનો માહોલ

વડોદરાઃ એક તરફ ઓમિક્રોન વાઈરસ ભારત સહિત વિશ્વમાં હાહાકાર (Omicron Cases in India) મચાવી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસ પણ હવે ધીમે ધીમે (Corona Cases in Gujarat) વધી રહ્યા છે. આવા ચિંતાનજક માહોલ વચ્ચે પણ બાળકો શાળામાં ઓફલાઈન શિક્ષણ (Offline Education in Schools) મેળવવા જઈ રહ્યા છે. ત્યારે વાલીઓમાં ચિંતા ઉભી થઈ રહી છે.

ઓફલાઈન શિક્ષણ માટે મોકલતા વાલીઓમાં ચિંતાનો માહોલ

અન્ય બાળકોના વાલીઓ ચિંતામાં મૂકાયા

આવામાં વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. આના કારણે અન્ય બાળકોના વાલીઓ પણ હવે ચિંતામાં મૂકાયા છે. જોકે, શાળાએ કોરોના પોઝિટિવ બાળક (Vadodara Student Corona Positive) અંગે પછીથી જાણ કરતા જિલ્લા શિક્ષણાધિકારી હવે આ શાળાને શો કોઝ નોટિસ (The District Education Officer will issue a show cause notice to the school) આપશે. બીજી તરફ શાળાએ કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન (Adherence to Corona's guideline) કરતા હોવાનું રટણ કર્યું હતું.

આ પણ વાંચો-રાજકોટમાં કોરોનાનું કમબેક: ત્રણ વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવતા ચકચાર

બુધવાર સુધી ઓનલાઈન ક્લાસ ચાલશે

વડોદરામાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં (Corona Cases in Gujarat) વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં શાળાનો વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત થતા શિક્ષકો સહિત વાલીઓ ચિંતામાં મૂકાયા છે. વડોદરાની નવરચના સ્કૂલમાં ધોરણ 8માં ભણતો એક વિદ્યાર્થી અને તેના પરિજન કોરોના પોઝિટિવ (Vadodara Student Corona Positive) આવ્યા છે. આ વિદ્યાર્થી છેલ્લે શુક્રવારે શાળાએ આવ્યો હતો. તો હવે ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ બુધવાર સુધી ઓનલાઈન ક્લાસથી શિક્ષણ મેળવશે. તો હવે આ કોરોના સંક્રમિત વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો-વિદ્યાર્થી, શિક્ષકો અને સ્ટાફ પણ N-95 માસ્ક પહેરે: ઓમિક્રોન વાયરસ મામલે IMA દ્વારા સૂચનો કરાયા

પ્રિન્સિપાલે શાળામાં કોરોના ગાઈડલાઈનનું પાલન થતું હોવાનું જણાવ્યું

તો આ અંગે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને તાકીદના પગલાં લેવાની માગ (Vadodara Parents Association demanded action) કરી છે. જ્યારે શાળાના પ્રિન્સિપાલે શાળામાં કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન (Adherence to Corona's guideline) થતું હોવાનું જણાવ્યું છે, પરંતુ શાળાએ આ અંગેની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને મોડી કરતા તેઓ શાળાને શો કોઝ નોટિસ (The District Education Officer will issue a show cause notice to the school) આપશે.

ABOUT THE AUTHOR

...view details