વડોદરાઃ શુક્રવારે વડોદરા શહેરમાં પોલીસ વાનમાં બનાવેલો ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં એક યુવક પોલીસ વાનમાં બેઠેલો હતો અને અન્ય એક યુવકે વાહન પર બહારથી તેનો ટિકટોક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં GJ 06 G 1807 નંબરની પોલીસ વાન દેખાઈ હતી. જે લક્ષ્મીપુરા પોલીસ મથકની હોવાનું સામે આવ્યું હતું.
વડોદરા: પોલીસ વાનમાં બેસેલા યુવકનો ટિકટોક વીડિયો વાયરલ, પોલીસે કરી બન્નેની અટકાયત
વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ મથકની પોલીસ વાનમાં બેસેલા યુવકનો ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ દોડતી થઈ હતી. જેથી પોલીસે ટિકટોક વીડિયો બનાવનારા બન્ને યુવકોની અટકાયત કરી છે.
વાયરલ થયેલા આ વીડિયોની જાણ થતાં જ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ વીડિયો (@ mr kamina_cute_ _ jolly) નામના એકાઉન્ટ પરથી વાયરલ થતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન લક્ષ્મીપુરા પોલીસે ગોત્રી વિસ્તારમાં રહેનારા ઘનશ્યામ જોષી ( પી.સી.આર વાનમાં બેસનારા ) અને કિરણ માહેર ( વીડિયો બનાવનારા )ની અટકાયત કરી હતી. લક્ષ્મીપુરા પોલીસના જણાવ્યા અનુસાર એક અરજીની તપાસમાં યુવકને સરનામું બતાવવા સાથે લઈ જતા હતા. આ વીડિયો બન્ને યુવકોએ લક્ષ્મીપુરા અમૃતનગર પાસે બનાવ્યો હતો.