ગુજરાત

gujarat

ETV Bharat / city

સાવલીના યુવકના ફોટો પર 'સર્વિસ ફોર વડોદરા' લખીને વાયરલ, પૂછતાછ કરવા પહોંચ્યા તો ઝપાઝપી થઈ - Sex Racket NEWS

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રહેતા એક યુવકે તેના ફોનમાં સેવ કરેલા એક નંબર પર કોલ કરતા સામેથી છોકરીઓના ફોટો અને ભાવનું લિસ્ટ મોકલવામાં આવ્યું હતું. જ્યારબાદ ફોન કરનારા યુવકના જ ફોટોનો ઉપયોગ કરીને તેના પર 'સર્વિસ ફોર વડોદરા' લખીને વાયરલ થતા યુવક અને તેનો મિત્ર તેની તપાસ અર્થે વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ રિલેક્સ ઈન ખાતે પહોંચ્યા હતા. જ્યાં હોટલ સ્ટાફ સાથે બોલાચાલી અને ઝપાઝપી થતા પોલીસે સામસામે ફરિયાદ નોંધીને 5 લોકોની અટકાયત કરી છે.

સાવલીના યુવકના ફોટો પર 'સર્વિસ ફોર વડોદરા' લખીને વાયરલ
સાવલીના યુવકના ફોટો પર 'સર્વિસ ફોર વડોદરા' લખીને વાયરલ

By

Published : Apr 14, 2021, 5:47 PM IST

  • આ ઘટના બાદ વડોદરામાં સેક્સ રેકેટ ચાલતું હોવાની આશંકા
  • યુવકના ફોટો વાયરલ કરતા મિત્રો સાથે પહોંચ્યો હતો તપાસ કરવા
  • હોટલના કર્મચારીઓએ ઝપાઝપી કરતા કુલ 5 લોકોની અટકાયત

વડોદરા: સાવલીના યુવકે તેના મોબાઇલ ફોનમાં સેવ કરેલા નંબર પર ફોન કર્યા બાદ સામેથી એક શખ્સે છોકરીઓ અને ભાવનું લિસ્ટ મોકલ્યું હતું. જ્યારબાદ આ શખ્સે યુવકના ફોટાનો ઉપયોગ કરી 'સર્વિસ ફોર વડોદરા' લખી નાખ્યું હતું. જેથી યુવક તેના મિત્રોને લઇને સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ રિલેક્સ ઇન ખાતે પહોંચ્યો હતો. જ્યાં પૂછપરછ કરતાં હોટલના 3 કર્મચારીઓએ ઉશ્કેરાઈને યુવક તથા તેના મિત્રની સાથે ઝપાઝપી કરીને માર માર્યો હતો. સયાજીગંજ પોલીસ દ્વારા સામસામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:પાટણમાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું

યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી

પોલીસે સામ સામે ગુના નોંધીને ઘટનામાં સંડોવાયેલા 5 લોકોને ઝડપી લીધા છે. સાવલીના મોહીબ પરમાર નામના યુવકે હોટલ રિલેક્સ ઇનના કર્મચારીઓ કિરણ રમણ રાઠોડ અને હરીશ ધના નિનામા તથા અન્ય અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. મોહીબે કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના મોબાઇલમાં 'અલકાપુરી BRD' નામથી એક નંબર સેવ કર્યો હતો. જેથી તેણે આ નંબર પર ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. તેણે સોશિયલ મિડીયાના માધ્યમથી કોલ કરતા આ શખ્સે ફોન ઉપાડ્યો હતો. ​​​​​​​જેમાં બંને વચ્ચે છોકરીઓ અંગે વાતો થઇ હતી.

આ પણ વાંચો:નર્સિંગ કોલેજના આચાર્યએ 24 કલાકમાં 1,700 વિદ્યાર્થિની નર્સિંગ સહાયક માટે પસંદગી કરી

તુજે આના હૈ તો આ, વરના તેરી ફોટો વાયરલ કર દૂંગા

છોકરીઓ અંગેની વાત થયા બાદ સામેથી શખ્સે તેને છોકરીઓના ફોટા અને ભાવનું લિસ્ટ મોકલ્યું હતું અને યુવકને જણાવ્યું હતું કે, "તુજે આના હો તો આ નહીતર ટાઇમ પાસ મત કર." ત્યારબાદ પણ તેણે યુવકને "તુજે આના હૈ તો આ, નહીતર તેરી ફોટો યે નંબર પર ડાલ કર વાયરલ કર દુંગા." એવી ધમકી આપી હતી. ધમકી આપ્યાના ગણતરીના કલાકોમાં યુવકનો ફોટા સાથે 'સર્વીસ ફોર વડોદરા' લખેલા ફોટા વાયરલ થયા હોવાનું જાણવા મળતા મોહીબ તેના મિત્રોને લઇને હોટલ રિલેક્સ ઇનમાં આવ્યો હતો અને રિસ્પેશન પર રહેલા કર્મચારીને આ નંબર કોનો છે, તેમ પૂછતાં ઝઘડો થયો હતો.

ABOUT THE AUTHOR

...view details