ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં વિધર્મી આયોજકોને ગરબા ગ્રાઉન્ડ ફાળવતા થયો વિવાદ - ગરબા મેદાન ફાળવાતા વિવાદ થયો

વડોદરામાં વિધર્મી આયોજકને ગરબા મેદાન ફાળવાતા વિવાદ (Controversy allotting Garba ground In Vadodara) સામે આવ્યો છે. વિવાદને લઈને વોર્ડ 10ના ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ આ બાબતે વડોદરના મેયરને પત્ર લખ્યો છે. ખોટી રીતે મેદાનની મંજૂરી માંગવામાં આવી હોય તો તે રદ કરવાની માગ કરવામાં આવી હતી.

વડોદરામાં વિધર્મી આયોજકોને ગરબા ગ્રાઉન્ડ ફાળવતા થયો વિવાદ
વડોદરામાં વિધર્મી આયોજકોને ગરબા ગ્રાઉન્ડ ફાળવતા થયો વિવાદ

By

Published : Sep 18, 2022, 11:25 AM IST

વડોદરા : ગોત્રીના કોલ સેન્ટર પાછળ આવેલ મેદાનમાં ગુરુકૃપા ગરબા આયોજકો (Controversy allotting Garba ground In Vadodara) દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે પાલિકા મેદાન ફાળવ્યું છે. ગરબાનું આયોજન વિધર્મીની ખત્રી ફિલ્મ્સ અને તાની ટેક નામની કંપનીએ કર્યું છે.

વડોદરામાં વિધર્મી આયોજકોને ગરબા ગ્રાઉન્ડ ફાળવતા થયો વિવાદ

વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ ફાળવતા થયો વિવાદ :તાની ટેક કંપનીના મૌસમી ગોસ્વામીએ વડોદરા કોર્પોરેશન પાસેથી ગરબા મેદાનની મંજૂરી માંગી હતી જે માટે ની મંજૂરી પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ અચાનક વિધર્મીની ખત્રી ફિલ્મ્સ પણ વચ્ચે આવી જતા વિવાદ સર્જાયો છે. ભાજપા કોર્પોરેટર નીતિન દોંગાએ ગરબા મેદાનની મંજૂરી રદ કરવા અથવા વિધર્મી આયોજકને દૂર કરવા મેયરને પત્ર લખ્યો છે. સમગ્ર મામલે રાજકારણ ગરમાયુ છે. જે મામલે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિધર્મી ગરબા આયોજકના મેદાનની મંજૂરી રદ કરવી જોઈએ આ મામલે તેવો મેયર અને મ્યુનિ. કમિશનરને રજૂઆત પણ કરશે.

વડોદરના મેયરને પત્ર લખ્યો

વિધર્મી ગરબા આયોજકને દૂર કરવા આદેશ આપ્યા :બીજી તરફ વડોદરાના મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટર નીતિન દોંગાએ જ મેદાન આપવા ભલામણ કરી હતી જેથી મેદાન માટે અગ્રીમતા આપવામાં આવી હતી. મેયરે આયોજકોને વિધર્મી ગરબા આયોજકને દૂર કરવા આદેશ આપ્યા છે અને જો આ વિધર્મી આયોજકને દૂર નહિ કરાય તો ગરબા મેદાનની મંજૂરી રદ કરાશે તેમ ચીમકી પણ ઉચ્ચારી છે. વિવાદના પગલે ગરબા આયોજકોએ વિવિધ સ્થળે લગાવેલા હોડિંગ્સમાંથી ખત્રી ફિલ્મ્સનું નામ દૂર કર્યું છે. આયોજકોને પણ આવી ગતિવિધિ થી દુર રહેવા ચેતવણી આપી છે.

ABOUT THE AUTHOR

...view details